ATM Card ઘરે ભૂલી ગયા છો? આ બેંક આપે છે કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા, જાણો કેવી રીતે

તમારી સાથે પણ એવું બનતું હશે કે જ્યારે તમે પૈસા કાઢવા માટે એટીએમમાં જતા હશો તો તમને ખ્યાલ આવશે કે ડેબિટ કાર્ડ તો ભૂલી ગયા. હવે કાર્ડ વગર એટીએમમાંથી પૈસા કાઢવા કેવી રીતે. પરંતુ એક બેંક એવી છે જે તમને આ સુવિધા આપે છે. તમે તમારા કાર્ડ વગર પૈસા કાઢી શકો છો. 

ATM Card ઘરે ભૂલી ગયા છો? આ બેંક આપે છે કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા, જાણો કેવી રીતે

નવી દિલ્હી: તમારી સાથે પણ એવું બનતું હશે કે જ્યારે તમે પૈસા કાઢવા માટે એટીએમમાં જતા હશો તો તમને ખ્યાલ આવશે કે ડેબિટ કાર્ડ તો ભૂલી ગયા. હવે કાર્ડ વગર એટીએમમાંથી પૈસા કાઢવા કેવી રીતે. પરંતુ એક બેંક એવી છે જે તમને આ સુવિધા આપે છે. તમે તમારા કાર્ડ વગર પૈસા કાઢી શકો છો. 

જો તમારું HDFC બેંકમાં ખાતું હોય અને ડેબિટ કાર્ડ ધરાવતા હોવ તો બેંક તમને આ સુવિધા આપે છે કે તમે કાર્ડ વગર પણ પૈસા કાઢી શકો છો. એચડીએફસી બેંકે પોતાના ગ્રાહકો માટે કાર્ડલેસ વેથડ્રોઅલ સુવિધા ચાલુ કરી છે. હવે તમે એચડીએફસી બેંકના એટીએમમાં જઈને કાર્ડ ન હોય તો પણ કેશ કાઢી શકો છો. 

HDFC Bank એ પોાતના અધિકૃત ટ્વિટર હેન્ડલથી આ માહિતી શેર કરી છે. ટ્વીટમાં બેંકે લખ્યું છે કે શું તમે તમારું એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા છો? પરેશાન ન થાઓ. એચડીએફસી બેંક  કાર્ડલેસ કેશ હવે ડિજિટલ રીતે 24*7 તમારી સાથે છે અને હવે તમે એચડીએફસી બેંકના કોઈ પણ એટીએમમાંથી જ્યારે ઈચ્છો ત્યારે એટીએમ કે ડેબિટ કાર્ડ વગર પૈસા કાઢી શકો છો. 

કાર્ડ વગર પૈસા કાઢવા કેવી રીતે?
જો તમે તમારું કાર્ડ ઘરે ભૂલી ગયા છો પરંતુ પૈસાની સખત જરૂર છે અને પૈસા કાઢવા છે તો તમે આ સ્ટેપ્સ ફોલો કરીને એટીએમ મશીનમાંથી કાર્ડ વગર પણ પૈસા કાઢી શકો છો. 

1. લાભાર્થીને આ રીતે જોડો
સૌથી પહેલા તમારે એક લાભાર્થી (જેના દ્વારા તમે પૈસા મેળવી શકો) નું તમારા ખાતા સાથે જોડાણ કરવું પડશે. આ કામ તમે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. દરેક લાભાર્થી માટે આ એક જ વાર રહેશે. એકવાર રજિસ્ટર્ડ થયા બાદ નેટ બેંકિંગ સિલેક્ટ કરો અને ફંડ ટ્રાન્સફરવાળું બટન દબાવો. ત્યારબાદ રિક્વેસ્ટ પર જાઓ અને 'Add Beneficiary' પર જાઓ અને કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ પર ક્લિક કરો. ત્યારબાદ લાભાર્થીની ડિટેલ નાખો અને  'Add and Confirm' પસંદ કરો. ત્યારબાદ મોબાઈલ નંબર નાખો અને ઓટીપી એન્ટર કરો. એકવાર લાભાર્થી એડ થયા બાદ તેની ડિટેલ તમારા ખાતામાં 30 મિનિટ બાદ દેખાવવા લાગશે. 

2. લાભાર્થીને પૈસા મોકલો
એકવાર ફરીથી નેટ બેકિંગ દ્વારા લોગ ઈન કરો અને ફંડ ટ્રાન્સફરવાળા ટેબ પર જઈને કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ પર ક્લિક કરો. ત્યારબાદ લાભાર્થીની પસંદગી કરો. એ લાભાર્થી કે જેના ખાતામાં પૈસા નાખવાના છે અને ત્યારબાદ જેટલા પૈસા કાઢવાના છે તેની ડિટેલ નાખો. ત્યારબાદ ફરી મોબાઈલ નંબર નાખો અને ઓટીપી નોંધો. લાભાર્થીનો ઓટીપી, 9 ડિજિટ ઓર્ડર આઈડી નંબર અને રકમ મળી જશે. 

Enjoy instant and secure mode of cash withdrawals without ATM / Debit Card.

— HDFC Bank (@HDFC_Bank) July 29, 2021

લાભાર્થી પાસેથી કેવી રીતે મેળવશો
હવે એચડીએફસી બેંકના એટીએમમાં જઈને લાભાર્થીએ કાર્ડલેસ કેશ પસંદ કરવાના રહેશે અને ભાષાની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ લાભાર્થીએ તેની પાસે આવેલી માહિતી એટલે કે ઓટીપી, 9 ડિજિટ ઓર્ડર આઈડી નંબર અને રકમની જાણકારી આપવાની રહેશે. એકવાર જ્યારે આ બધી માહિતી વેરિફાય થશે ત્યારે મશીનથી પૈસા કાઢી શકશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news