લંડન : ચશ્મા પહેરનારા લોકો વધારે કુશાગ્ર હોઈ શકે છે. 44,480થી વધારે લોકોની આનુવંશિકતાનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી છે. એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓ સંશોધન પછી માહિતી મળી છે કે વધારે કુશાગ્ર લોકોએ એવા જિન્સ હોવાની સંભાવના 30 ટકા વધારે છે જે એવો ઇશારો કરે છે તેમને ચશ્મા આવી શકે છે. ‘નેચર કમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં કુશાગ્ર બુદ્ધિનો સંબંધ જિન્સ સાથે જોડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નીને ખરાબ કહેતાં પહેલા હજાર વાર વિચાર કરજો, નહીં તો થશે આવું...


આ જિન્સ હૃદય તેમજ રક્તવાહિનીઓને વધારે સક્ષમ બનાવવા માટે કામ કરતું હોવાની માહિતી મળી છે. આ સંશોધન કરવા માટે સંશોધકોએ 148 જીનોમિક ક્ષેત્રનું અ્ધ્યયન કર્યું હતું. આ ઝીણવટપૂર્વકની છણાવટ પછી તારણ કાઢવામાં આવ્યું છે. 


આ સિવાય વૈજ્ઞાનિકોએ એવા સ્માર્ટ ગ્લાસ (ચશ્મા)ની શોધ કરી છે જેમાં લિકવિડ લેન્સની ટેકનોલોજી વાપરવામાં આવી છે. આ ટેકનોલોજીના કારણે દરેક વસ્તુને વધારે સારી રીતે ફોકસ કરી શકાય છે. સામાન્ય રીતે જેમજેમ વય વધે છે તેમતેમ આંખના લેન્સ કડક થઈ જાય છે. વયની સાથે લેન્સ દૂરના અંતર પર ફોકસ કરવાની ક્ષમતા ઘટતી જાય છે ત્યારે આ ટેકનોલોજી બહુ કામ આવી શકે છે.


દેશના વધુ ન્યૂઝ જાણવા, અહીં ક્લિક કરો