ભાજપ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના ટોપ 10 સાંસદોનું લીસ્ટ જાહેર, જાણો કોણ છે યાદીમાં કયા ક્રમે?

દેશના લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવા અને ભાજપના સદય બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશભરમાં 9 કરોડથી વધુ લોકો ભાજપની સદસ્યતા મેળવી ચુક્યા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં 1 કરોડથી વધુ લોકો BJPની વિચારધારા સાથે જોડાઈ ભાજપમાં સદસ્યતા મેળવી ચુક્યા છે.

ભાજપ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના ટોપ 10 સાંસદોનું લીસ્ટ જાહેર, જાણો કોણ છે યાદીમાં કયા ક્રમે?

BJP's Membership Campaign: 18મી ઓક્ટોબર સુધીમાં દેશભરમાં 9 કરોડથી વધુ સદસ્યો બનાવી ચુક્યા છે. સદસ્યતા અભિયાનમાં ભાજપે એક યાદી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ સદસ્ય બનાવનારની યાદી જાહેર કરાઈ છે. ગુજરાત રાજ્યમા 1 કરોડથી વધુ લોકોએ ભાજપમાં સદસ્યતા મેળવી ચુક્યા છે. જે પૈકી સૌથી વધુ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ ભાજપમાં સદસ્યો બનાવ્યા છે. યાદીમાં બીજા નંબરે પૂનમબેન માડમનું નામ આવેલું છે. જળ મંત્રી સી.આર.પાટીલ યાદીમાં ત્રીજા ક્રમે છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી યાદીમાં ચોથા સ્થાને છે. વલસાડ સાંસદ ધવલ પટેલ  6ઠા ક્રમે છે.

નોંધનીય છે કે, દેશના લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવા અને ભાજપના સદય બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશભરમાં 9 કરોડથી વધુ લોકો ભાજપની સદસ્યતા મેળવી ચુક્યા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં 1 કરોડથી વધુ લોકો BJPની વિચારધારા સાથે જોડાઈ ભાજપમાં સદસ્યતા મેળવી ચુક્યા છે. દેશમાં ભાજપના સદસ્યોની 6 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં 2જી સપ્ટેમ્બર 2024થી દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

પ્રદેશ ભાજપ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ પૈકી સદસ્યતા અભિયાનમાં સૌથી વધુ સારી કામગીરી કરનાર ટોપ ટેન સાંસદોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં સદસ્યતા અભિયાનની જવાબદારી સંભાળનાર ટોપ-10 સાંસદના નામ પણ જાહેર કર્યા છે.

વલસાડ લોકસભા બેઠકમાં આવતા કુલ 2,93,624 સદસ્ય બાનાવ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રદેશમાં સદસ્યતા અભિયાનમાં સંસાદમાં ટોપ ટેન સાંસદોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વલસાડના સંસાદ ધવલ પટેલ 6ઠા ક્રમે રહ્યા હતા. સાંસદે વલસાડ જિલ્લા અને વાંસદા અને ડાંગ ના ભાજપના કાર્યકરો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. વલસાડ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલે 62,183 જયારે સૌથી ઓછા કપરાડા તાલુકામાં જીતુભાઇ ચૌધરી 33,075 અને ઉમરગામ તાલુકામાં 33,413 સદસ્ય બન્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news