દુબઈ: કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ (Piyush Goel) એ શનિવારના કહ્યું કે, સરકારે અત્યાર સુધી એર ઇન્ડિયા (Air India) પર કોઈ નિર્ણય લીધો નથી અને એર લાઈન્સના અધિગ્રહણ માટે અંતિમ વિજેતાની પસંદગી નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિયમ પ્રમાણે થશે ચૂંટણી
પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાતચીત કરતા ગોયલ (Piyush Goel) એ કહ્યું કે, હું એક દિવસ પહેલાથી દુબઈમાં છું અને મને નથી લાગતું કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે બોલીઓ આમંત્રિત કરવામાં આવી હતી અને નિયત સમયમાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. આ કાર્ય માટે સારી રીતે નિર્ધારિત પ્રક્રિયા છે જેના દ્વારા અંતિમ વિજેતાની જાહેરાત કરવામાં આવશે.


96 વર્ષની મહિલા પર 11 હજાર લોકોની હત્યાનો આરોપ, હવે કર્યું આ કામ કે...


ઝડપથી ચાલ્યું ટાટાનું નામ
હકીકતમાં, કેન્દ્રીય મંત્રી મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટાટા (Tata) દેવાગ્રસ્ત એર ઇન્ડિયાના અધિગ્રહણ માટે સૌથી મોટા બિડર તરીકે ઉભરી આવ્યા છે. સરકાર વતી ખાનગીકરણ માટે જવાબદાર ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સચિવ તુહીન કાંત પાંડેએ એક ટ્વિટમાં કહ્યું હતું કે કેન્દ્રએ હજુ સુધી એર ઇન્ડિયા માટે કોઇ નાણાકીય બિડને મંજૂરી આપી નથી.


ફેસ્ટિવલ ઓફર! 3 ઓક્ટોબરથી આ વસ્તુની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, જલદી કરો


મીડિયા રિપોર્ટ ખોટા: સચિવ
તેમણે ટ્વીટમાં લખ્યું- એર ઇન્ડિયાના વિનિવેશ મામલે ભારત સરકાર દ્વારા નાણાકીય બિડ મંજૂર કર્યાના મીડિયા રિપોર્ટ ખોટા છે. સરકારના નિર્ણય વિશે મીડિયાને જાણ કરવામાં આવશે.


સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ, જેમ એન્ડ જ્વેલરી, ફાર્મા સેક્ટર તેમજ હેલ્થ સેક્ટર્સમાં ભારતીય ઉદ્યોગપતિઓ માટે વિશાળ તકો છે. કારણ કે સામાન અને સેવા બંને ક્ષેત્રોમાં જબરદસ્ત સંભાવના છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube