Festival Offer! 3 ઓક્ટોબરથી આ વસ્તુની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, જલદી કરો

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઇ (SBI) તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લાવી રહી છે. એસબીઆઇ કાર્ડ (SBI Card) ગ્રાહકો માટે બુધવારના ત્રણ દિવસીય ફેસ્ટિવલ કેશબેક ઓફર (Festival Cashback Offer) ની જાહેરાત કરી છે

Festival Offer! 3 ઓક્ટોબરથી આ વસ્તુની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, જલદી કરો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઇ (SBI) તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લાવી રહી છે. એસબીઆઇ કાર્ડ (SBI Card) ગ્રાહકો માટે બુધવારના ત્રણ દિવસીય ફેસ્ટિવલ કેશબેક ઓફર (Festival Cashback Offer) ની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ 3 ઓક્ટોબરથી તમામ ઘરેલુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઇન શોપિંગ (Online Shopping) માટે કેશબેક ઓફર આપવામાં આવી છે.

એસબીઆઇએ આપી જાણકારી
એસબીઆઇ કાર્ડ તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આ 'મેગા શોપિંગ ફેસ્ટિવ ઓફર દમદાર દસ' 3 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે જે ત્રણ દિવસ ચાલશે. આ એક અનોખો ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ છે. જે એસબીઆઇ કાર્ડના રિટેલ કાર્ડ હોલ્ડર્સને કોઈપણ ઘરેલુ-ઈકોમર્સ પર ઓનલાઇન શોપિંગ કરા પર મળશે. અન્ય ઓફર્સની જેમ આ એક અથવા બે ઇકોમર્સ પોર્ટલ્સ માટે સિમિત નથી. આ ઓફર હેઠળ ગ્રાહક ખરીદી કરવા પર 10 ટકા કેશબેક મળેવી શકે છે.

તહેવારની સીઝન પહેલા શાનદાર ઓફર
એસબીઆઇ કાર્ડના એમડી અને સીઈઓ રામ મોહન રાવ અમારાએ જણાવ્યું હતું કે, અમે અમારી સ્થિતિને મજબૂત કરવા માટે ડેટા એનાલિટિક્સની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છીએ. છેલ્લા ઘણા વર્ષોમાં અમે જોયું કે, અમારા કાર્ડ હોલ્ડરની વધતી સંખ્યા પ્લેટફોર્મ અને ઉત્પાદન શ્રેણિયોની વિસ્તૃત શ્રૃંખલામાં ઓનલાઈન ખરીદી કરી સહી છે. ખાસ કરીને તહેવારની સીઝન દરમિયાન. તેમણે કહ્યું કે, એસબીઆઇ કાર્ડનો હેતું આ ઓફર દ્વારા કાર્ડધારકોને અનુકૂળ અને સુરક્ષિત ચુકવણી સમાધાન કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તન પણ છે.

ઓનલાઈન મર્ચન્ટ ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન
આ કેશબેક ઓફર ઓનલાઇન મર્ચન્ટ EMI ટ્રાન્ઝેક્શન પર પણ ઉપલબ્ધ થશે. તહેવારોની ઓફરો 2021 ને વધુ આકર્ષક બનાવવા માટે, એસબીઆઈ કાર્ડએ કહ્યું કે તેણે અભિનેતા જાવેદ જાફરી સાથે ડિજિટલ જાહેરાત ઝુંબેશ શરૂ કરી છે, જે તેની વૈવિધ્યતા અને વિનોદી હાવભાવ સાથે બ્રાન્ડનો સંદેશો સરળતાથી આપશે.

આ વસ્તુઓની ખરીદી પર મળશે કેશબેક
આ કેશબેક મોબાઇલ ફોન અને એસેસરીઝ, ટીવી અને મોટા ઉપકરણો, લેપટોપ અને ટેબ્લેટ, હોમ ફર્નિશિંગ, કિચન એપ્લાયન્સિસ, ફેશન અને લાઇફસ્ટાઇલ, સ્પોર્ટ અને ફિટનેસ વગેરે જેવી પ્રોડક્ટ્સની ખરીદી પર ઉપલબ્ધ થશે. પરંતુ ધ્યાનમાં રાખો આ ઓફર વીમા, મુસાફરી, વોલેટ, જ્વેલરી, શિક્ષણ અને ઉપયોગિતા વેપારીઓમાં ઓનલાઇન ખર્ચ પર લાગુ થશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news