Weird News: 96 વર્ષની મહિલા પર 11 હજાર લોકોની હત્યાનો આરોપ, હવે કર્યું આ કામ કે...

96 વર્ષ સુધી જીવવું એજ એક મોટી ઉપલબ્ધિ છે, તેના પર વ્યક્તિ આટલી ઉંમરમાં પણ હરવા-ફરવામાં સક્ષમ હોય તો સોને પર સુહાગા કહી શકાય છે. પરંતુ ઉત્તર જર્મની (North Germany) માં 96 વર્ષની એક મહિલા (Woman) એ એવું કામ કર્યું છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે

Weird News: 96 વર્ષની મહિલા પર 11 હજાર લોકોની હત્યાનો આરોપ, હવે કર્યું આ કામ કે...

Weird News: 96 વર્ષ સુધી જીવવું એજ એક મોટી ઉપલબ્ધિ છે, તેના પર વ્યક્તિ આટલી ઉંમરમાં પણ હરવા-ફરવામાં સક્ષમ હોય તો સોને પર સુહાગા કહી શકાય છે. પરંતુ ઉત્તર જર્મની (North Germany) માં 96 વર્ષની એક મહિલા (Woman) એ એવું કામ કર્યું છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

આ મહિલા નાઝી (Nazi) ના કબજા હેઠળના પોલેન્ડ (Poland) માં એસએસ કમાન્ડર સેક્રેટરી રહી છે અને તેના પર 11 હજાર લોકોની હત્યામાં મદદ કરવાનો આરોપ છે. તેને લઇને મહિલા પર કોર્ટ (Court) માં કેસ પણ ચાલી રહ્યો છે પરંતુ તે દરમિયાન મહિલા (Woman) એ વધુ એક કાંડ કર્યો.

ઘણા દિવસ સુધી બચી રહી ટ્રાયલથી
પહેલા તો ઇર્મગાર્ડ ફુરચનર નામની આ મહિલા ટ્રાયલ માટે કોર્ટ આવવાથી લાંબા સમય સુધી બચતી રહી. આ માટે વકીલ દ્વારા મહિલાની ઉંમર પણ જણાવવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે મહિલા સામે ધરપકડ વોરન્ટ જાહેર કર્યું. પરંતુ મહિલા કોર્ટ આવવાની જગ્યાએ ટેક્સી પકડીને ભાગી ગઈ.

ફેસ્ટિવલ ઓફર! 3 ઓક્ટોબરથી આ વસ્તુની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, જલદી કરો

ગણતરીના કલાકોમાં પકડાઈ મહિલા
96 વર્ષની ઉંમરમાં પણ કોર્ટ અને પોલીસથી બચીને ભાગવાની હિંમત કરનારી આ મહિલા જો કે, તે ભાગવામાં સફળ થઈ નહીં અને ગણતરીના કલાકોમાં અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી. ત્યારબાદ જેરૂસલમમાં સાઈમન વિસેન્થલ સેન્ટરના કાર્યાલયમાં નાઝી-હંટર ચીફ એફ્રેમ ઝુરાફે કહ્યું- જો તે ભાગવા માટે સ્વસ્થ છે, તો તે કેદ થવા માટે પણ સ્વસ્થ છે.

તમને જણાવી દઇએ કે, 1939 થી 1945 સુધી દ્વિતિય વિશ્વ યુદ્ધ (Second World War) દરમિયાન નાઝી કેમ્પ (Nazi Camp) માં હજારો લોકો માર્યા ગયા હતા. તે દરમિયાન જ્યારે ઇર્મગાર્ડ 18 વર્ષની હતી, તે આવા જ એક કેમ્પની સેક્રેટરી હતી. તેથી તેના પર જુવેનાઈલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. મેટ્રો યૂકેના રિપોર્ટ અનુસાર બચાવ પક્ષના વકીલે કહ્યું કે, કેસ આ વાત પર કેન્દ્રીય થશે કે 96 વર્ષીય મહિલાને તે સમયે શિબિરમાં થયેલા અત્યાચારની જાણકારી હતી કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news