નવી દિલ્હીઃ કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પત્રકાર પરિષદ કરી છે. તેમણે કહ્યું કે, સંસદના સત્રમાં સરકાર કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદા લઈને આવી હતી. આ કાયદા પર સંસદમાં બધા પક્ષોના સાંસદોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા હતા. ચર્ચા દરમિયાન બધા સાંસદોએ પોતાના વિચાર રાખ્યા હતા. આ ત્રણેય કાયદા આજે દેશભરમાં લાગુ છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, ત્રણેય કૃષિ કાયદા કિસાનોની આવક વધારવા માટે છે. નક્કી સમયમાં ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કિસાનોની જમીન સુરક્ષિત રાખવાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા કૃષિ કાયદા કિસાનોના હિતમાં છે. એપીએમસીની બહાર જઈને કિસાનોને છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આંદોલન કરી રહેલા કિસાનો સાથે વાતચીત જારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનો ખુલા મનથી વાતચીત કરેઃ કૃષિ મંત્રી
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યુ કે, કાયદાની જોગવાઈ પર કિસાનોનો વિરોધ છે તેના પર સરકાર ખુલા મનથી વિચાર કરવા સહમત છે. કેટલાક લોકોએ કહ્યું કે, આ કાયદો કાયદેસર નથી. આ કાયદાથી એમએસપી પ્રભાવિત થતી નથી. અમે લોકોએ પ્રસ્તાવ આપ્યો કે રાજ્ય સરકાર ખાનગી એપીએમસીની વ્યવસ્થા પણ લાગૂ કરી શકે છે. અમારા કાયદામાં તે હતું કે પાન કાર્ડથી ખરીદી થઈ શકશે. પાન કાર્ડથી ખરીદીને લઈને કિસાનોની આશંકાના સમાધાન માટે અમે રાજી થયા. કૃષિ મંત્રીએ કહ્યું કે, તેમનો બીજો મુદ્દો હતો કે પોતાના વિવાદના ઉકેલ માટે એસડીએમને સામેલ કરવામાં આવ્યા છે. નાના કિસાન હશે, નાના ક્ષેત્રનો હશે તો તે જ્યારે ન્યાયાલય જશે તો સમય લાગશે. અમે લોકોએ તેના સમાધાન માટે કોર્ટમાં જવાનો વિકલ્પ આપ્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube