અમદાવાદ : સાચે જ કહેવાયું છે કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. ગત વર્ષની સરખામણીએ આ વખતે એસએસસીનું પરિણામ થોડું ઓછું નોંધાયું છે. એમાંય ખાસ કરીને ગણિત વિષયે વિદ્યાર્થીઓને રડાવતાં જાહેર થયેલા પરિણામથી વાલીઓ પણ નિરાશ થયા છે. પરંતુ આ નબળા પરિણામ વચ્ચે પણ એવા ઘણા હોનહાર વિદ્યાર્થીઓ છે કે જેમણે કઠોર પરિશ્રમ કરી 100માંથી 100 ગુણ મેળવી બતાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત બોર્ડ એસએસસી પરીક્ષાનું સમગ્ર પરિણામ, જુઓ


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 10 (એસએસસી) પરિક્ષાનું સોમવાર ને 28 મેના દિવસે પરિણામ જાહેર કરાયું છે. જે ગત વર્ષના સરેરાશ 68.24ની સરખામણીએ 0.74 ટકા ઓછું એટલે કે 67.50 ટકા નોંધાયું છે. એકંદરે નબળા પરિણામથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નિરાશા સાંપડી છે. જોકે આ માહોલ વચ્ચે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ છે કે જેમણે પોતાની કઠોર મહેનતને આધારે સફળતાના શિખર સર કરી બતાવ્યા છે. રાજ્યમાં 272 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી બતાવ્યા છે. 


ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિતમાં વિદ્યાર્થીઓ થયા ક્લિન બોલ્ડ


સૌથી વધુ સંસ્કૃત વિષયમાં 55 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 100માંથી 100 ગુણ મેળવ્યા છે. જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 44 વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી છે. બે પાર્ટમાં લેવાયેલ પેપરમાં એમસીક્યૂ (હેતુલક્ષી) વિભાગમાં 344 વિદ્યાર્થીઓએ 50માંથી 50 ગુણ મેળવ્યા છે. જ્યારે વર્ણાનાત્મક વિભાગમાં 2268 વિદ્યાર્થીઓએ 50માંથી 50 ગુણ મેળવ્યા છે.



જ્યારે ગણિતમાં 35 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે. જેમાં એમસીક્યૂ વિભાગમાં 215 વિદ્યાર્થીઓએ 50માંથી 50 ગુણ મેળવ્યા છે અને વર્ણાનાત્મક વિભાગમાં 661 વિદ્યાર્થીઓએ 50માંથી 50 ગુણ મેળવ્યા છે. જ્યારે 31 વિદ્યાર્થીઓએ સોશિયલ સાયન્સમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. જેમાં હેતુલક્ષી વિભાગમાં 1046 વિદ્યાર્થીઓએ 50માંથી 50 ગુણ મેળવ્યા છે. જ્યારે 556 વિદ્યાર્થીઓએ વર્ણાનાત્મક વિભાગમાં 50માંથી પુરા ગુણ મેળવ્યા છે.


પરિણામની વધુ વિગતો જાણો