નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકરાની તરફથી હાલમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત બાદ ગુજરાત તેને લાગુ કરનાર પહેલું રાજ્ય બનશે. સવર્ણ અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે આ બિલની મંજૂરી આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે જાણકારી આપી કે રાજ્યમાં આ અનામતને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 14 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. તેનો ફાયદો આર્થિક રીતથી પછાત સવર્ણોને મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Vibrant Gujarat 2019 - ખાસ મહેમાનો માટે લક્ઝુરિયસ કારમાં મૂકાશે ખાસ સુવિધાઓ...


જણાવી દઇએ કે મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક ગણાતા એવા સવર્ણ અનામત બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. શનિવારના રાષ્ટ્રપતિએ તેના પર સહી કરી હતી. આ સાથે જ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. સરકારે સૂચના જાહેર કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક અઠવાડીયાની અંદર 10 ટકા અનામતનો લાભ મળવાનો શરૂ થઇ જશે. સામાજિક ન્યાય તેમજ અધિકારિક મંત્રાલય એક અઠવાડીયાની અંદર આ કાયદા સાથે જોડાયેલી જોગવાઈઓને અંતિમ રૂપ આપશે.


અમદાવાદ: એક સમયે લોકોને ન્યાય અપાવતા જજને આજે પોતાના ન્યાય માટે આમરણ ઉપવાસ પર ઉતરવું પડ્યું


જણાવી દઇએ કે બિલના અનુસાર અનામતનો ફોર્મ્યૂલા 50 ટકા + 10 ટકા હશે. જે લોકોની વર્ષની આવક 8 લાખથી ઓછી હશે તેમને અનામતનો લાભ મળશે. જે સવર્ણોની પાસે ખેતીની 5 એકરથી ઓછી જમીન હોય, તેમને અનામતનો લાભ મળશે. આ અનામતનો લાભ તે સવર્ણો મેળવી શકશે. જેમની પાસે આવાસીય જગ્યા 1000 ચો. ફૂટથી ઓછી હશે.


વધુમાં વાંચો: તાપણું કરી રહેલી બાળકીને ખબર ન હતી કે, પાછળથી કાર યમરાજ બનીને આવી રહી છે


જે સવર્ણોની પાસે સૂચિત મ્યુનિસિપાલિટી ક્ષેત્રમાં 100 યાર્ડ્સથી ઓછો આવાસીય પ્લોટ છે તેઓ આ અનામતનો લાભ લઇ શકશે. આ ઉપરાંત જે સવર્ણોની પાસે બિન-સૂચિત નગરપાલિકા ક્ષેત્રમાં 200 યાર્ડ્સથી ઓછો આવાસીય પ્લોટ છે તેમને આ અનામતનો લાભ મળી શકશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંતવા માટે અહીં ક્લિક કરો...