લખનઉ: હાથરસ (Hathras) ગેંગરેપ કેસને લઇને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી (Yogi Adityanath) સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. તેમણે પોતે ગુનેગારોને જલદીથી જલદી ભવિષ્ય માટે ઉદાહરણ રજૂ કરવાનો દંડ ફટ કારવાની વાત કરી છે. ત્યારે પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર હાલના SP, DSP, ઇન્સ્પેક્ટર સહિત 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પાંચ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓના લિસ્ટમાં હાથરસ એસપી વિક્રાંત વીર, સીઓ રામ શાબદ, ઇન્સ્પેક્ટર દિનેશ કુમાર વર્મા, એસઆઇ જગવીર સિંહ અને હેડ કોન્સ્ટેબલ મહેશ પાલનું નામ સામેલ છે. એસઆઇટીના પહેલા રિપોર્ટના આધાર પર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આ કાર્યવાહી બાદ હવે વિનીત જયસવાલને હાથરસના નવા એસપી બનાવ્યા છે.


આ પણ વાંચો:- હાથરસની પીડિતા માટે આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા પ્રિયંકા ગાંધી વાડ્રા


આ સાથે સીએમ યોગીએ વાદી-પ્રતિવાદી તંત્રને વહેલી તકે નાર્કો પોલિગ્રાફ ટેસ્ટ કરાવવાની સૂચના પણ આપી છે. એટલે કે બંને પક્ષો સહિત અધિકારીઓ માટે નાર્કો ટેસ્ટ પણ લેવામાં આવશે. જોકે આ મામલે ડીએમ પ્રવીણ કુમાર પર કાર્યવાહીનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહીની ઘોષણા કરવામાં આવી નથી.


આ પણ વાંચો:- યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન, હાથરસ ગેંપગેપ મામલે કરી આ વાત


આ મામલે હાથરસ તંત્રની ગુંડાગર્દીને જોતા યોગી આદિત્યનાથ કોઇપણ સમયે ડીએમ અને એસપી પર કાર્યવાહી કરવાની ઘોષણા કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, જે પ્રકારે હાથરસ તંત્રએ આ સમગ્ર મામલાને હેન્ડલ કર્યો છે તેનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુબજ નારાજ છે અને ટૂંક સમયમાં કાર્યવાહીની શક્યતા છે.


આ પણ વાંચો:- હાથરસ કેસ પર CM યોગીનુ વચન- ગુનેગારોને એવી સજા મળશે જે...


ત્યારે પીડિતાના ઘરે જવા પર મીડિયા બેનને પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, થોડીવારમાં રાજ્ય સરકાર તેની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઇએ કે, ડીએમ પ્રવીણ કુમાર પર ગેંગરેપ પીડિતાના પરિવારે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેઓ પરિવારને ધમકી અને દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.


આ પણ વાંચો:- ઈંડામાંથી બહાર આવતા બેબી કોબ્રાએ બતાવ્યા તેવર, વાયરલ થયો આ video


ગુરૂવારના હાથરસથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જિલ્લાના ડીએમ પીડિત પરિવારને ધમકી આપતા દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ વીડિયોમાં પીડિત પરિવાર પાસેથી તેમનું નિવેદન બદલવાનું કહેતા જોવા મળી રહ્યાં છે. જોકે, વીડિયો વાયરલ થવા પર તેમનાથી જ્યારે સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે વીડિયોને પણ ખોટો ગણાવ્યો અને કહ્યું કે, તે માત્ર પીડિત પરિવારની હાલચાલ પૂછવા ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube