હાથરસ કેસ પર CM યોગીનુ વચન- ગુનેગારોને એવી સજા મળશે જે...
હાથરસ મામલે (Hathras Case)ને લઇને એક તરફ દેશના લોકોમાં ગુસ્સો છે તો બીજી તરફ આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)નું નિવેદન સામે આવ્યું છે
Trending Photos
નવી દિલ્હી: હાથરસ મામલે (Hathras Case)ને લઇને એક તરફ દેશના લોકોમાં ગુસ્સો છે તો બીજી તરફ આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)નું નિવેદન સામે આવ્યું છે. CMએ ટ્વીટ કરી કહ્યું કે અમે પ્રત્યેક માતાઓ-બહેનોની સુક્ષા અને વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. ગુનેગારોને એવી સજા મળશે જે ભવિષ્ય માટે ઉદાહરણ બની જશે.
સીએમ યોગીએ ટ્વીટ કરી કહ્યું, ઉત્તર પ્રદેશમાં માતાઓ-બહેનોના સન્માન-સ્વાભિમાનને ક્ષતિ પહોંચાડવાનો વિચાર માત્ર રાખનારનો સમૂહ નાશ સુનિશ્ચિત છે. તેમને એવી સજા મળશે જે ભવિષ્યમાં ઉદાહરણ પ્રસ્તુત કરશે. તમારી ઉત્તર પ્રદેશ સરકાર પ્રત્યેક માતા-બહેનની સુરક્ષા તેમજ વિકાસ હેતુ સંકલ્પબદ્ધ છે. આ અમારો સંકલ્પ છે-વચન છે.
उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
यह हमारा संकल्प है-वचन है।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2020
આ પણ વાંચો:- ગાંધી જયંતી પર રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'દુનિયામાં કોઈથી ડરવાનો નથી'
આ સમગ્ર મામલે વિપક્ષી પાર્ટીઓ કાયદા વ્યવસ્થાને લઇને યોગી સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સીએમ યોગીનું રાજીનામું માંગી રહી છે. તો બસપા સુપ્રીમો માયાવતી કહી રહ્યાં છે કે, તેઓ ગોરખપુર જઇ મઠ ચલાવે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ હાથરસ જવાના પ્રયાસમાં યુપી પોલીસ સાથે લડી રહ્યા છે. પોલીસ અને તંત્રના વલણ પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે