હાથરસની પીડિતા માટે આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા પ્રિયંકા ગાંધી વાડ્રા

કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) હાથરસ (Hathras)ના સામૂહિક બળાત્કાર કેસની પીડિતા માટે શુક્રવારે વાલ્મીકી મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા અને કહ્યું કે, આ બાળકીને ન્યાય અપાવવા માટે તમામ અવાજ ઉઠાવે

હાથરસની પીડિતા માટે આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા પ્રિયંકા ગાંધી વાડ્રા

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) હાથરસ (Hathras)ના સામૂહિક બળાત્કાર કેસની પીડિતા માટે શુક્રવારે વાલ્મીકી મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા અને કહ્યું કે, આ બાળકીને ન્યાય અપાવવા માટે તમામ અવાજ ઉઠાવે. પ્રાર્થના સભામાં પ્રિયંકા ગાંધી ઉપરાંત પાર્ટી નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સામેલ થયા.

— Congress (@INCIndia) October 2, 2020

પ્રિયંકાએ કહ્યું, મને જાણવા મળ્યું કે વાલ્મીકિ સમાજે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે તો મેં અહીં આવવાનો નિર્ણય કર્યો. હું અહીં એટલા માટે આવી છું કે તમારા સમાજ અને તેના પરિવારને તે અનુભવ ન થયા કે તેઓ એકલા છે. આજે તે પરિવારની વિરૂદ્ધ જે થઇ રહ્યું છે તેના વિરૂદ્ધમાં અમે લડીશું. હું તમને આગ્રહ કરું છું કે, તમારો અવાજ ઉઠાવો.

— Congress (@INCIndia) October 2, 2020

તેમણે કહ્યું કે, આ દેશની એક એક મહિલા સરકાર પર નૈતિક દબાણ બનાવે. અમારી બહેનની સાથે ન્યાય થવો જોઇએ. છોકરીના રાતના સમયે અને કથિત રીતે પરિવારની મરજી વિરૂદ્ધ અંતિમ સંસ્કાર કરવાના સંદર્ભ અંગે કોંગ્રેસ મહાસચિવે કહ્યું, આપણા દેશની આ પરંપરા નથી કે તેનો પરિવાર તેના દેહને આગ આપી શકે નહીં. આ પ્રાર્થના સભામાં સામેલ લોકોએ મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન 'રઘુપતિ રાઘવ રાજા રામ...' પણ ગાયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news