નવી દિલ્હી: રાજકીય ગરમાવા વચ્ચે હાથરસ (Hathras) ની પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. સફદરજંગ હોસ્પિટલના આ રિપોર્ટમાં ક્યાંય પણ રેપ (Rape) નો ઉલ્લેખ જ નથી. રિપોર્ટ મુજબ પીડિતાના ગળા પર ઈજાના નિશાન છે અને કરોડના મણકા તૂટી ગયા હતા. પીડિતાને બ્લડ ઈન્ફેક્શન અને હાર્ટ એટેક પણ આવ્યો હતો. રિપોર્ટ મુજબ મૃત્યુનું સમય 29 સપ્ટેમ્બર સવારના 6:55 મિનિટનો હતો. આ મામલે FSLનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવતા શર્મસાર...UPના હાથરસ-બલરામપુર બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ દુષ્કર્મની ઘટનાઓ


પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે?
- રિપોર્ટમાં ક્યાંય રેપનો ઉલ્લેખ નથી.
- પીડિતાના કરોડના મણકા પર ઈજા થઈ.
- પીડિતાના ગળા ઉપર પણ ઈજા.
- પીડિતાને હાર્ટ એટેક આવ્યો હતો. 
- પીડિતાને બ્લડ ઈન્ફેક્શન થયું હતું. 
- પીડિતાનું મૃત્યુ 29 સપ્ટેમ્બરના રોજ સવાર 6:55 વાગે થયું હતું. 


હાથરસ: SITની ટીમ તપાસ માટે પહોંચી, 'નિર્ભયા'ને ન્યાય અપાવનાર સીમા કુશવાહા લડશે કેસ 


આ બાજુ હાથરસ કેસ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ભાઈ રાહુલ ગાંધી સાથે દિલ્હીથી હાથરસ રવાના થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હાથરસમાં અન્યાય થઈ રહ્યો છે. પરિવાર તપાસથી સંતુષ્ટ નથી. પ્રિયંકા વાડ્રાએ કહ્યું કે પીડિત પરિવારને યોગી સરકાર ધમકાવી રહી છે. સરકાર પરિવારને ચૂપ કરાવવા માંગે છે. આ બાજુ દિલ્હી નોઈડા બોર્ડર પર કોંગ્રેસના કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે. DND પર ભારે પોલીસ ફોર્સ તૈનાત છે. 


હજુ તો હાથરસની 'નિર્ભયા'ની ચિતાની આગ ઠંડી નથી પડી ત્યાં બલરામપુરમાં ગેંગરેપ, યુવતીનું મૃત્યુ


રેપ પર રાજકારણ
સમાજવાદી પાર્ટીના ચીફ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ ઘટના અંગે ટ્વીટ કરીને લખ્યું કે 'હાથરસની મૃતકાના પરિજનોને શાસનના મૂક આદેશ પર પ્રશાસને દોડાવી દોડાવીને માર્યા છે. હવે જનતા પણ આ સત્તાધારીઓને દોડાવી દોડાવીને ઈન્સાફની ચોખટ સુધી લઈ જશે. ભાજપના કુશાસનનો અસલ રંગ જનતા જોઈ રહી છે. કપટીઓના ચોલા ઉતરવામાં વાર નહીં લાગે.' 


અખિલેશ યાદવ સતત ટ્વીટ કરીને યોગી સરકારને ઘેરી રહી છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે 'હાથરસની દીકરીના જબરદસ્તીથી દાહ સંસ્કાર પુરાવા મીટાવવાની કોશિશ છે એટલે કે ગેંગરેપ પીડિતાના જબરદસ્તીથી દાહ સંસ્કાર ભાજપ સરકારનું પાપ અને અપરાધ છે.' 


આ બાજુ કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પણ યુપીની કાયદા વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે 'યુપીના જંગલરાજમાં દીકરીઓ પર જુલ્મ અને સરકારની સીનાચોરી ચાલુ છે. જીવતે જીવ તો સન્માન ન આપ્યું પરંતુ અંતિમ સંસ્કારની ગરિમા પણ છીનવી લીધી. ભાજપનો નારો બેટી બચાવો નથી પરંતુ તથ્ય છૂપાવો, સત્તા બચાવો છે.' 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube