માનવતા શર્મસાર...UPના હાથરસ-બલરામપુર બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ દુષ્કર્મની ઘટનાઓ

દેશમાં હજુ હાથરસ ગેંગરેપ કાંડ (Hathras Gang Rape) ને લઈને લોકોનો ગુસ્સો શાંત થયો નથી ત્યાં તો છેલ્લા 24 કલાકમાં દેશના અલગ અલગ ભાગમાં ગેંગરેપ (Gang Rape) ના બીજા કેસ સામે આવ્યા છે. યુપીથી લઈને રાજસ્થાન (Rajasthan)  અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં પણ ગેંગરેપની ભયાનક ઘટનાઓ સામે આવી છે જેના વિશે જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જાય. હાથરસમાં એક માસૂમ સાથે જે પ્રકારે હેવાનિયત આચરવામાં આવી ત્યારબાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે અને આરોપીઓને સજાની માગણી થઈ રહી છે. 

Updated By: Oct 1, 2020, 10:32 AM IST
માનવતા શર્મસાર...UPના હાથરસ-બલરામપુર બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ દુષ્કર્મની ઘટનાઓ

નવી દિલ્હી: દેશમાં હજુ હાથરસ ગેંગરેપ કાંડ (Hathras Gang Rape) ને લઈને લોકોનો ગુસ્સો શાંત થયો નથી ત્યાં તો છેલ્લા 24 કલાકમાં દેશના અલગ અલગ ભાગમાં ગેંગરેપ (Gang Rape) ના બીજા કેસ સામે આવ્યા છે. યુપીથી લઈને રાજસ્થાન (Rajasthan)  અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં પણ ગેંગરેપની ભયાનક ઘટનાઓ સામે આવી છે જેના વિશે જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જાય. હાથરસમાં એક માસૂમ સાથે જે પ્રકારે હેવાનિયત આચરવામાં આવી ત્યારબાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે અને આરોપીઓને સજાની માગણી થઈ રહી છે. 

હાથરસ: SITની ટીમ તપાસ માટે પહોંચી, 'નિર્ભયા'ને ન્યાય અપાવનાર સીમા કુશવાહા લડશે કેસ 

ખરગૌન મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશના ખરગૌનમાં ખેતરમાં રખેવાળી માટે ગયેલી સગીર યુવતી સાથે ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો. આરોપીઓએ પીડિતાના ભાઈને ડંડાથી મારીને ઘાયલ કર્યો અને ત્યારબાદ યુવતી સાથે હેવાનિયત આચરી. આ મામલે ત્રણેય આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે કેસ દાખલ કર્યો છે. આ મામલો ખરગૌનના ઝિરન્યા પોલીસ સ્ટેશન હદના મારુગઢ ગામનો છે. યુવતીની ઉંમર ફક્ત 16 વર્ષ છે. 

હજુ તો હાથરસની 'નિર્ભયા'ની ચિતાની આગ ઠંડી નથી પડી ત્યાં બલરામપુરમાં ગેંગરેપ, યુવતીનું મૃત્યુ

સવાઈ માધોપુર, રાજસ્થાન
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક સગીર છોકરી સાથે રેપની ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી  લીધી છે. પરંતુ હજુ પણ કેસની તપાસ ચાલુ છે. કહેવાય છે કે આ કેસમાં કેટલાક સ્થાનિક નેતાઓનું પણ નામ છે. 

હાથરસ કેસ-બોડી ખરાબ થઇ રહી હતી,પરિવારની સહમતિથી કર્યા અંતિમ સંસ્કાર: પોલીસ

બારા રાજસ્થાન
રાજસ્થાનના જ બારામાં બે યુવતીઓએ બે યુવકો પર રેપનો આરોપ લગાવ્યો છે. છોકરીઓ  તરફથી આરોપ છે કે યુવક તેને લાલચ આપીને અલગ અલગ શહેરોમાં લઈ ગયો અને રેપ કરતો રહ્યો. પોલીસે ગુનો નોંધી લીધો છે. પંરતુ પોલીસની વાર્તા તો કઈક અલગ જ કહે છે. આ કેસમાં પોલીસે એક આરોપીને જવા દીધો છે. પોલીસનું કહેવું છે કે મેજિસ્ટ્રેટ સામે આપવામાં આવેલા નિવેદનમાં યુવતીઓએ સહમતિથી યુવકો સાથે જવાની વાત કબુલી હતી. 

હાથરસ ગેંગરેપ કેસ: PM મોદીએ તાબડતોબ CM યોગી સાથે વાત કરી, આપ્યો આ 'કડક આદેશ'

અજમેર રાજસ્થાન
રાજસ્થાનના જ અજમેરમાં એક મહિલા સાથે કેટલાક લોકોએ ગેંગરેપ કર્યો છે. ત્યારબાદ ગ્રામીણોમાં ખુબ રોષ છે. આ ઘટના અજમેરના રામગંજ વિસ્તારની છે. જ્યાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે એક યુવકે તેને ખેતરમાં લઈ ગયો જ્યાં તેના મિત્રો સાથે મળીને રેપ કર્યો. જ્યારે પીડિતા ઘરે પાછી ફરી તો તેણે  કેસ નોંધાવ્યો અને પોલીસે હવે આ  કેસની તપાસ શરૂ કરી દીધી છે. 

હાથરસ કેસ સાથે જોડાયેલા 10 વીડિયો 'સબૂત' શું પોલીસ છુપાવી રહી છે ઘટનાનું સત્ય?

આઝમ ગઢ ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં હેવાનિયતે તમામ હદો પાર કરી. એક યુવકે આઠ વર્ષની માસૂમ બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યું. આરોપી યુવકની ધરપકડ કરી લેવાઈ છે. આરોપ છે કે જ્યારે માસૂમ મહોલ્લામાં રમતી હતી ત્યારે યુવક તેને ફોસલાવીને તેની સાથે લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું. જ્યારે બાળકીએ ઘરવાળાઓને આ અંગે જણાવ્યું તો મામલો બિચકી ગયો. 

Hathras: મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે કરી નાખ્યા પીડિતાના અંતિમ સંસ્કાર 

બુલંદશહેર, ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં એક સગીરાએ આરોપ  લગાવ્યો છે કે નશીલો પદાર્થ સુંઘાડીને પાડોશીએ તેની સાથે રેપ કર્યો. ઘટના બાદથી આરોપી ફરાર છે. પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપ મુજબ જ્યારે તે સૂતી હતી ત્યારે પાડોશમાં રહેતો યુવક ઘરમાં આવ્યો અને તેની સાથે જબરદસ્તી કરી. જ્યારે યુવતીએ બૂમાબૂમ કરવાની કોશિશ કરી તો આરોપીએ તેજાબ નાખવાની ધમકી આપી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube