6થી 7 મહિનામાં 30 કરોડ લોકોને કોરોના વેક્સિન લગાવવાની હશે ક્ષમતાઃ સ્વાસ્થ્ય મંત્રી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાંજ જલદી કેટલીક વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી જશે. ભારત બાયોટેક, ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાએ પોતાની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શનિવારે કહ્યુ કે, દેશના વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય નિષ્ણાંત કોરોના વિરુદ્ધ સ્વદેશી વેક્સિન વિકસિત કરવા પર કામ કરી રહ્યાં છે અને આગામી છથી સાત મહિનામાં ભારતમાં લગભગ 30 કરોડ લોકોને રસી લગાવવાની ક્ષમતા હશે. તેમણે તે પણ કહ્યું કે, જલદી કેટલીક વેક્સિનના આપાત ઉપયોગની મંજૂરી આપવામાં આવશે. તેઓ કોરોના પર મંત્રી સમૂહ (જીઓએમ)ની 22મી બેઠકને સંબોધિત કરી રહ્યાં હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં એક કરોડથી થોડા વધુ સંક્રમિત મામલા અત્યાર સુધી આવ્યા છે, જેમાંથી 95 લાખ 50 હજારથી વધુ દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે. ભારત વિશ્વના કેટલાક દેશોમાં સામેલ છે, જ્યાં દર્દીઓના સાજા થવાનો દર વધુ છે. ભારતમાં વર્તમાનમાં આ દર 95.46 ટકા છે. હર્ષવર્ધન જીઓએમના ચેરમેન પણ છે. તેમણે કહ્યું કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારો છતાં નવા કેસમાં તેજી ન આવી. સાથે લોકોને કોઈ પ્રકારની બેદરકારી ન દાખવવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ Farmers Protest: સીએમ ખટ્ટર કૃષિ મંત્રીને મળ્યા, કહ્યું- 2-3 દિવસમાં આવી જશે ઉકેલ
તેમણે નક્કી કરેલા 30 કરોડ લોકોને વેક્સિન લગાવવા માટે રસીકરણ અભિયાનમાં તેજી લાવવાની જરૂરીયાત ગણાવી છે. 30 કરોડ લોકોમાં એક કરોડ સ્વાસ્થ્ય કર્મી (ડોક્ટર, નર્સ) બે કરોડ ફ્રંટલાઇન વર્કર (પોલીસકર્મી, સફાઈ કર્મી) અને 27 કરોડ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો સામેલ છે, જે પહેલાથી કોઈ ગંભીર રોગગ્રસ્ત છે.
ત્રણ કંપનીઓએ કરી છે અરજી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાંજ જલદી કેટલીક વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી જશે. ભારત બાયોટેક, ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાએ પોતાની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ભારતીય દવા નિયંત્રક જનરલ (ડીસીજીઆઈ)ને ત્યાં અરજી કરી છે. આ સિવાય અન્ય વેક્સિન પર દેશમાં કામ ચાલી રહ્યું છે. જીઓએમની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી, સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચોબે અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય પણ સામેલ થયા હતા. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ કોંગ્રેસની બેઠકમાં નેતાઓની માગ, રાહુલ એકવાર ફરી સંભાળે પાર્ટીની કમાન, જાણો 'RG'નો જવાબ
રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી)ના ડાયરેક્ટર ડો. સુજીત કે સિંહે બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ અને તેને નિયંત્રણમાં કરવાનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલયને 12 દેશોએ વેક્સિન માટે વિનંતી કરી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube