બેંગ્લુરુ : કર્ણાટકના રણમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે રાજકીય સંગ્રામ ખેલાઈ રહ્યો છે તે ફરીએકવાર આજે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. કોંગ્રેસના વકીલોએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રાર સમક્ષ કર્ણાટકના રાજ્યપાલ દ્વારા ભાજપના ધારાસભ્ય કે જી બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી જેના પર હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. લાંબી દલીલબાજી પછી કોર્ટે કોગ્રેસ અને જેડીએસની પ્રોટેમ સ્પિકર પદથી બોપૈયાનો હટાવવાની અરજી ફગાવી દીધી છે  અને તેમને પદ પર યથાવત રાખ્યા છે. આ સાથે જ કોર્ટે તમામ ચેનલોને ફ્લોર ટેસ્ટ LIVE દર્શાવવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE : બેંગ્લુરુની શાંગ્રીલા હોટેલ લાવવામાં આવ્યા બીજેપી ધારાસભ્યો, યેદિયુરપ્પાએ કહ્યું - '5 વાગ્યા પછી થશે જોરદાર ઉજવણી'


કોંગ્રેસના વકીલે જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસએ કેજી બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી  દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવા એ સંપૂર્ણ રીતે બંધારણની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવાયું છે કે નિયુક્તિને રદ કરવામાં આવે અને સંસદીય પરંપરા મુજબ સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે. કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે કે અયોગ્ય સભ્યને પણ બહાલ કરી શકાય છે. પ્રોટેમ સ્પીકર ફક્ત શપથ અપાવી શકે છે અને ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે નિયમો મુજબ સૌથી સીનિયર સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે, પરંતુ રાજ્યપાલે બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવીને નિયમોનો ભંગ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય (આરવી દેશપાંડે) તેમની પાર્ટીમાંથી આવે છે આથી તેમને અવગણીને બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં છે.


અપડેટ્સ


કોર્ટે ફગાવી કોંગ્રેસ-જેડીએસની અરજી, પ્રોટેમ સ્પિકર પદે કેજી બોપૈયા યથાવત અને ફ્લોર ટેસ્ટ Live દર્શાવવા આદેશ



કપિલ સિબ્બલે કે.જી બોપૈયાને ફ્લોર ટેસ્ટ ન લેવા કરવા માટે કરી વિનંતી



કે.જી. બોપૈયાની ક્ષમતા અને કરિયરના ઇતિહાસ વિશે કપિલ સિબ્બલની જજ સાથે થઈ દલીલબાજી



કપિલ સિબ્બલે દલીલ કરતા કહ્યું કે તોડવામાં આવી જુની પરંપરા