શાળા શરૂ થતા પહેલા વાલીઓને મોટું ટેન્શન : સ્કૂલ વાનના ભાડા વધારવા અંગે આવ્યા મોટા અપડેટ

School van rickshaw fares hiked : શાળાઓ શરૂ થતાં જ વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડશે... સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારો થવાની શક્યતા... ફિટનેસ સર્ટિફિેકેટમાં થતાં વધુ ખર્ચના પગલે ભાડામાં વધારો કરાશે
 

શાળા શરૂ થતા પહેલા વાલીઓને મોટું ટેન્શન : સ્કૂલ વાનના ભાડા વધારવા અંગે આવ્યા મોટા અપડેટ

School Van Charge Hike Big Decision : ચારેબાજુથી મોંઘવારીથી ભીંસાયેલી ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. જ્યાં ઘરનું બજેટ માંડ માંડ સચવાતું હોય, ત્યાં સંતાનોની શાળાની ફીની સાથે હવે અન્ય ખર્ચામાં પણ વધારો થવા જઈ રહ્યો છે. શાળાઓ ખૂલતા પહેલા જ વાલીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. શાળાઓ શરૂ થતાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાશે. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારાનો આજે નિર્ણય લેવાશે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળશે, જેમાં રીક્ષાચાલકોને ખર્ચમાં વધારો થતા ભાડામાં વધારો કરાશે. 

નવો ભાવ આજે નક્કી થશે
સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન આજે સ્કૂલ વાન અને રીક્ષા ભાડામાં વધારો ઝીંકી શકે છે. આગામી દિવસોમાં વેકેશન પહેલા જ વાહનોમાં ભાડાનો દર વધારવામાં આવશે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની મિટિંગ યોજાશે. જેમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા સ્કૂલ વર્દીઓને ફરજ પાડવામાં આવતા ફિટનેસ સર્ટિફિકેટના કારણે પણ ભાડામાં વધારો કરવામાં આવશે. 

આ વિશે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે વાહન દીઠ 50,000 નો ખર્ચ કરવો પડે છે. તેથી તેના ખર્ચને પગલે સ્કૂલ વાનના ભાડા વધી શકે છે. 

સ્કૂલ વર્ધી એસોસિએશને વાહન પાસિંગ માટે મુદત માંગી
રાજ્યમાં સ્કૂલવાન અને રિક્ષાચાલક માટે કડક નિયમો રાખવામાં આવ્યા છે, જેમાં વાહન પાસીંગ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે, સ્કૂલ શરૂ થવા જઇ રહી છે ત્યારે વાહન પાસિગની મુદત વધારવામાં આવે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનએ વાહન વ્યવહાર વિભાગને આવેદન પત્ર આપ્યું છે. જેમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા સમય વધારી આપવા માંગ કરાઈ છે. અમદાવાદ શહેરમાં 15 હજારથી વધુ સ્કૂલ વર્દીના વાહનો ફરે છે. હાલ દરરોજ 15 થી 20 વાહનોને જ સર્ટિફિકેટ મળે છે. આરટીઓ કચેરી દ્વારા આજથી સ્કૂલ વર્ધીના વાહનોને સર્ટિફિકેટ આપવા અલગથી કર્મચારીઓની વ્યવસ્થા કરી આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news