નવી દિલ્હીઃ કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને પ્રદર્શન કરી રહેલા કિસાનોનું આંદોલન 18મા દિવસમાં પ્રવેશ કરી ચુક્યુ છે. કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે ગતિરોધ જારી છે. કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે ઘણા રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે, પરંતુ કિસાન કાયદાને રદ્દ કરવાથી ઓછી કોઈ શરત માનવા તૈયાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ આ મુદ્દા પર રવિવારે ફરી સક્રિય થયા છે. અમિત શાહે પહેલા પંજાબ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અશ્વિની શર્મા, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સોમ પ્રકાશ સહિત પંજાબ ભાજપના અન્ય નેતા સામેલ રહ્યા હતા. આ નેતાઓએ કિસાન આંદોલનને લઈને ગૃહ મંત્રીને પંજાબની જમીની સ્થિતિની જાણકારી આપી હતી. 


ત્યારબાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન કિસાન આંદોલન પર ચર્ચા થઈ હતી. આ બેઠકની વધુ વિગત હજુ સામે આવી નથી. 


આ પણ વાંચોઃ કૃષિ કાયદાનો વિરોધ, પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે આપ્યુ રાજીનામું  


રવિવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યુ કે, પ્રદર્શનને લઈને જીદ પર અડીગ કિસાન યૂનિયનના નેતા અપ્રાસંગિક થઈ જશે. કેન્દ્રીય વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશે કહ્યુ કે, સંભવ છે કે આ નેતા યૂનિયન પર પોતાનું નિયંત્રણ ગુમાવી દે અને બીજા કિસાન નેતા ઉભરે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, જે નેતા સમય રહેતા નિર્ણય લેતા નથી તે નેતા રહેવા યોગ્ય રહેતા નથી. 


કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે, જે કેટલાક મહત્વના લોકો આજે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે તે માત્ર વિરોધ માટે વિરોધ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આ તે લોકો હતા જે થોડા દિવસ પહેલા કાયદાની જરૂરીયાત ગણાવી રહ્યાં હતા. રવિશંકર પ્રસાદે કહ્યુ કે, ભાજપ જનતાને જણાવશે કે આ કાયદો કઈ રીતે તેને ફાયદાકારક થવાનો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube