કૃષિ કાયદાનો વિરોધ, પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે આપ્યુ રાજીનામું

કૃષિ કાયદાને લઈને કિસાનોનું પ્રદર્શન હજુ યથાવત છે. કિસાનોના સમર્થનમાં ઘણા લોકો સામે આવ્યા છે. હવે પંજાબના ડીઆઈજી (જેલ)એ પ્રદર્શનકારી કિસાનોના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. 
 

કૃષિ કાયદાનો વિરોધ, પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે આપ્યુ રાજીનામું

ચંડીગઢઃ કિસાનોના આંદોલન (Farmers Protest) વચ્ચે પંજાબ પોલીસના સીનિયર અધિકારીએ રાજીનામુ આપ્યું છે. પંજાબના ડીઆઈજી (જેલ) લખવિંદર સિંહ જાખડ (Lakhwinder Singh Jakhar)એ કિસાનોના મુદ્દા પર સમર્થનની વાત કરતા રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ)ને રાજીનામુ સોંપી દીધુ છે. 

જાખડે પ્રમુખ સચિવને પત્ર લખતા સેવાથી Premature રિટાયરમેન્ટ લેવાની વાત કહી છે. તેમણે કહ્યું, 'હું તમને જણાવવા ઈચ્છુ છું કે હું કૃષિ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહેલા પોતાના કિસાન ભાઈઓની સાથે છું. તેથી હું રાજીનામું આપી રહ્યો છું.'

— ANI (@ANI) December 13, 2020

મીડિયા રિપોર્ટસ પ્રમાણે લખવિંદર સસ્પેન્ડ ચાલી રહ્યા છે. થોડા મહિના પહેલા જેલ અધિકારી પાસે કથિત રીતે લાંચ લેવાના આરોપમાં તે સસ્પેન્ડ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સરકાર તરફથી હજુ સુધી રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે પંજાબમાં કિસાનોના પ્રદર્શનને લોકોને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. ખેલ જગતથી લઈને, સાહિત્ય અને રાજનીતિના દિગ્ગજ પણ ખુલીને કિસાનોના સમર્થનમાં આવી રહ્યાં છે. હોકી ટીમના પૂર્વ કેપ્ટન પરગટ સિંહ સહિત અનેક ખેલાડી પોતાનું સન્માન પરત આપી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news