Anbu Jothi Ashram in Villupuram: તમિલનાડુના વિલ્લુપુરમમાં એક આશ્રમની આડમાં ચાલી રહેલી અનૈતિક ગતિવિધિઓએ સૌને ચોંકાવી દીધા છે. પોલીસે એક NGOની મદદથી અંબુજ્યોતિ આશ્રમમાંથી (anbu jothi ashram) 142 નિરાધાર લોકોને બચાવ્યા છે. જેમાં 109 પુરૂષ, 33 મહિલાઓ અને એક છોકરો સામેલ છે. આ એવા લાચાર લોકો છે જેઓ માનસિક રીતે બીમાર છે અને રસ્તાઓ પર પોતાનું જીવન જીવી રહ્યા હતા. તેમને આશ્રમમાં રાખવામાં આવ્યા હતો. વાંચો હ્રદયસ્પર્શી વાર્તા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પોલીસે દરોડા પાડીને 13 ફેબ્રુઆરીએ આશ્રમના ચાર કર્મચારીઓની ધરપકડ કરી હતી. તેમાં વોર્ડન મુથુમારી, કોમ્યુટર ઓપરેટર ગોપીનાથ, એટેન્ડન્ટ અયપ્પન અને ડ્રાઈવર બિજુનો સમાવેશ થાય છે.


2. આ હોમ કેર સેન્ટરના રહેવાસીઓએ પોલીસને હૃદયદ્રાવક ઘટના જણાવી છે. એક પ્રત્યક્ષદર્શીએ એનજીઓને જણાવ્યું કે ઓડિશાની એક છોકરી વિલ્લુપુરમમાં ભીખ માંગતી હતી. તેને બચાવીને આશ્રમમાં લાવવામાં આવી હતી. પરંતુ અહીં તેના પર 5 વર્ષ સુધી બળાત્કાર થતો રહ્યો. તેણીને માર મારવામાં આવ્યો હતો અને ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી હતી.


આ પણ વાંચો: Oops Moment નો શિકાર બની હતી 'નેશનલ ક્રશ'! છુપાના ભી નહી આતા...દિખાના ભી નહી આતા..
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


3. આ લોકોને બચાવનાર એનજીઓ સોશિયલ અવેરનેસ સોસાયટી ફોર યુથની સ્વયંસેવક આર લલિતાએ જણાવ્યું કે જ્યારે કોઈ મહિલા બળાત્કારનો વિરોધ કરતી હતી ત્યારે તેને ખૂંખાર વાંદરાઓની વચ્ચે છોડી દેવાતી હતી.


4. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આશ્રમના વડાએ ખતરનાક વાંદરાઓને પાંજરામાં રાખ્યા હતા. તે વિરોધ કરી રહેલી મહિલાઓને બારીની ગ્રીલ સાથે બાંધી દેતો હતો.


5. વિરોધ કરનાર મહિલાઓને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. વાંદરાઓના પિંજરા સાથે બાંધી દેવામાં આવતી હતી. વાંદરાઓ આ આશ્રમની પહેરેદારી કરતા હતા.


6. આરોપ છે કે લાચાર મહિલાઓને ઊંઘની ગોળીઓ આપીને બળાત્કાર ગુજારવામાં આવતો હતો. ટીમને અહીંથી મળેલો રેકોર્ડમાં 15 રેકોર્ડ મિસિંગ છે.


આ પણ વાંચો: Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
આ પણ વાંચો: Gameover: જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના મચી સનસની
આ પણ વાંચો: 
સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?


7. નવાઈની વાત એ છે કે 2005 થી કોઈ અધિકારીએ આ આશ્રમની તપાસ કરી નથી. આ આશ્રમ જે બિલ્ડીંગમાં ચાલી રહ્યો છે તેની પણ સરકારી દસ્તાવેજોમાં નોંધણી નથી.


8. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આશ્રમ પાસે એક વાન છે, જેના દ્વારા તે વિલ્લુપુરમની આસપાસ ભટકતા લોકોને ઉપાડી લાવતી હતી.


9. ચોંકાવનારી વાત એ છે કે અહીં મુલાકાત લેવા આવતા લોકોને બતાવવા માટે સાજા લોકોનું પણ મુંડન કરી દેવામાં આવતું હતું કારણ કે તેઓ માનસિક રીતે બિમાર દેખાય.


10. આ કાર્યવાહી બાદ આશ્રમમાં રહેતા રાજસ્થાન, બાંગ્લા, કર્ણાટક, ઓડિશા વગેરેના લોકો ગાયબ થઈ ગયા છે.


11. આ આશ્રમનું રહસ્ય અચાનક ખુલ્લું પડી ગયું. બન્યું એવું કે સલીમ ખાન નામના વ્યક્તિએ ડિસેમ્બર 2021માં તેના સસરાને વિલ્લુપુરમના આ પ્રાઈવેટ કેર હોમમાં દાખલ કરાવ્યા હતા, પરંતુ જ્યારે તે ઓગસ્ટમાં તેને મળવા આવ્યા ત્યારે તે ત્યાં નહોતા મળ્યા


જેની ફરિયાદ બાદ શનિવારે (12 ફેબ્રુઆરી) અધિકારીઓની એક ટીમે આશ્રમનું નિરીક્ષણ કર્યું.


12. આ મામલામાં આશ્રમના માલિક બી ઝુબિન અને તેની પત્ની મારિયા સહિત 4 સામે બળાત્કાર અને વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


13. આશ્રમની વેબસાઈટ મુજબ, તેનું સૂત્ર છે - WE BRING BACK THEIR SMILE and HAPPINESS (અમે તેમની સ્મિત અને ખુશીઓ પરત લાવીશું) પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે.


14. આશ્રમ તેની વેબસાઈટ પર લખે છે કે તેનો ઉદ્દેશ્ય તેની સંભાળ માટે સોંપાયેલા તમામ લોકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો છે; ખાસ કરીને નિરાધાર અને માનસિક રીતે બીમાર લોકોને આ ઘરમાં ખૂબ કાળજી સાથે સુરક્ષિત રાખવામાં આવે છે.


આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube