પટણા: બિહાર (Bihar) ના મુખ્યમંત્રી નીતિશકુમાર (Nitishkumar) પોતાની છેલ્લી ચૂંટણીવાળા નિવેદન પરથી પલટી ગયા છે. નીતિશકુમારે કહ્યું કે ચૂંટણી રેલીમાં આપવામાં આવેલા તેમના ભાષણને ખોટી રીતે લોકો સમજ્યા. તેઓ આગળ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરતા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું મોટું નિવેદન


મેં ક્યારેય રિટાયરમેન્ટ વિશે વાત કરી નથી-નીતિશકુમાર
નીતિશકુમારે કહ્યું કે, 'મેં ક્યારેય રિટાયરમેન્ટ વિશે વાત કરી નથી. છેલ્લી બે બેઠકથી લઈને છેલ્લી ચૂંટણી રેલી  સુધે મે બધી જગ્યાએ એમ કહ્યું કે અંત ભલા તો સબ ભલા. જો તમે મારી છેલ્લી ચૂંટણી સ્પીચ સાંભળશો તો તમારી બધી વાતો સ્પષ્ટ થઈ જશે.'


ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર એકાઉન્ટનું ડીપી અચાનક ગાયબ, જાણો શું છે મામલો


પૂરી ક્ષમતાથી જનતાની સેવા કરતો રહીશ
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુરુવારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરતા નીતિશકુમારે કહ્યું કે, 'આગળ પણ તેઓ આ જ રીતે સમર્પણથી કામ કરતા રહેશે. નીતિશકુમારે કહ્યું કે જો તમે મારા વિશે પૂછવા માંગતા હોવ તો સ્પષ્ટ કરી દઉ કે મારી કોઈ વ્યક્તિગત પસંદગી નથી. જ્યાં સુધી હું કામ કરવામાં સક્ષમ છું, ત્યાં સુધી પૂરેપૂરા જુસ્સાથી કામ કરતો રહીશ. આ બધી વાત તમે જાણો છો.'


બરાક ઓબામાએ રાહુલ ગાંધીને ગણાવ્યા 'નર્વસ નેતા', યોગ્યતા ઉપર પણ ઉઠાવ્યા સવાલ


'આ મારી છેલ્લી ચૂંટણી છે, અંત ભલા તો સબ ભલા'
અત્રે જણાવવાનું કે નીતિશકુમારે પૂર્ણિયાની એક ચૂંટણી રેલીને સંબોધન કરતા  કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. રાજ્યમાં નવા મુખ્યમંત્રી અંગે પૂછવામાં આવતા નીતિશકુમારે કહ્યું કે મારો મુખ્યમંત્રી પદ પર કોઈ દાવો નથી. તેનો નિર્ણય NDA લેશે. આ વિશે શુક્રવારે NDAના સહયોગી પક્ષોની સાથે બેઠક થશે. જેમાં શપથગ્રહણની તારીખ નક્કી કરાશે. 


Dr Subhash Chandra Show : નક્કી કરો...કયું કામ સૌથી વધુ જરૂરી છે?


બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળી 125 બેઠકો
નીતિશકુમારે ગુરુવારે JDU માટે ચૂંટાઈ આવેલા MLA સાથે પણ મુલાકાત કરી. તેમણે વિધાયકોને નિર્દેશ આપ્યા કે તેઓ જનતાની આશા પર ખરા ઉતરવાની કોશિશ કરે અને પબ્લિક સાથે નીકટના સંપર્ક જાળવી રાખે. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ કુલ 125 બેઠકો જીતી છે, જે બહુમતના આંકડાથી 3 વધુ છે. જ્યારે વિરોધી મહાગઠબંધનને 110 બેઠકો મળી છે. નવા મુખ્યમંત્રીની ચૂંટણી અગાઉ નીતિશકુમાર જલદી રાજ્યપાલને મળીને તેમને પોતાનું રાજીનામું સોંપી દેશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube