લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું મોટું નિવેદન

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(All India Institute of Medical Sciences-AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કહ્યું છે કે કોરોના વાયરસના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે.

લો ત્યારે...ભારતમાં કોરોના વાયરસની રસીની જરૂર નહીં પડે? AIIMS Director નું મોટું નિવેદન

નવી દિલ્હી: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(All India Institute of Medical Sciences-AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કહ્યું છે કે કોરોના વાયરસના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે.એમ્સના ડાઈરેક્ટર (AIIMS Director) રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ IANSને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ ફેરફાર નહીં આવે તો લોકો કદાચ રસી મૂકાવવા અંગે ફરીથી ન પણ વિચારે અને આ કારણે રસીની જરૂરિયાત ઓછી રહી શકે છે. 

રસીની જરૂર નહીં પડે
બજાર અને રસ્તાઓ પર સતત ભીડ વધી રહી છે. લોકો હવે આ વાયરસ સંક્રમણને શરદી, ઉધરસ જેવી નાની મોટી બીમારી સમજી રહ્યા છે. લોકોની બેદરકારીની તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસરના સવાલ પર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે તેના બે પહેલુ છે. એક તો એ કે રસી જલદી આવી જાય. જો આવી પણ ગઈ તો સૌથી પહેલા વધુ જોખમવાળા સમૂહને તે આપવામાં આવશે. એવા લોકો કે જેમનામાં ઈન્ફેક્શનના ચાન્સ વધુ છે. તેનાથી આપણને મહામારીને કાબૂમાં લેવામાં મદદ મળશે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે. 

બીજુ એ કે આ દરમિયાન એક સમય એવો પણ આવશે કે જ્યારે આપણે હર્ડ ઈમ્યુનિટી મેળવી લઈશું, અને લોકો પણ મહેસૂસ કરશે કે તેમનામાં ઈમ્યુનિટી આવી ગઈ છે. આવી સ્થિતિમાં રસીની જરૂર નહીં પડે. જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ પરિવર્તન નહીં આવે તો રસીની જરૂર પડશે કારણ કે ફરીથી સંક્રમણનું જોખમ રહેશે. 

સારી હર્ડ ઈમ્યુનિટી
એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે વાયરસમાં કેવી રીતે પરિવર્તન આવે છે અને લોકોને ફરીથી સંક્રમિત કરી શકે છે કે નહીં. હજુ તપાસ ચાલુ છે કે આવનારા કેટલાક મહિનાઓમાં વાયરસ કેવો વ્યવહાર કરશે અને તે જ આધારે કોઈ નિર્ણય લઈ શકાય છે કે કેટલી જલદી કોરોનાની રસી લગાવવાની જરૂર પડશે. જો સારી હર્ડ ઈમ્યુનિટી વિક્સી જાય તો આ એક પડકાર હશે કારણ કે રસી બનાવવામાં ઘણો ખર્ચ થયો છે અને રસી નિર્માતાઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે ક્યાંક કોરોનાની રસીની માગણી ઓછી ન થઈ જાય. 

કોરોના વાયરસ ફેમિલી(Coronavirus Family)
અગાઉ વાયરસ સંક્રમણ મોટાભાગે ઈન્ફ્લૂએન્ઝા જેવા વાયરસના કારણે થતું હતું. આ કોરોનાવાયરસ ફેમિલામાં લગભગ સાત અન્ય વાયરસ છે. જેમાંથી ચારના ફ્લૂ જેવા લક્ષણ હોય છે. જે ખુબ હળવા હોય છે. બાકીના 3માંથી એક સાર્સ વાયરસ (SARS-CoV) છે, જે કંટ્રોલ કરી લેવાયો હતો. એક મર્સ વાયરસ છે જે એટલો બધો ચેપી નથી. 

દુનિયાની સૌથી પહેલી મોટી મહામારી (COVID-19 pandemic)
આટલા મોટા પાયે કોરોના વાયરસ દુનિયાની પહેલી એવી મોટી મહામારી છે. ગત મહામારી ઈન્ફ્લૂએન્ઝા વાયરસ (influenza virus) ના કારણે થઈ હતી. કોરોનાવાયરસ એક નવો વાયરસ છે જે શ્વસનતંત્રને સંક્રમિત કરે છે અને ત્યારબાદ તેના અનેક પ્રભાવ થાય છે. 

આ વાયરસ રિસેપ્ટર્સ સાથે જોડાય છે જે શરીરમાં અનેક અંગોમાં હાજર હોય છે. તે બ્લડ વેસલ્સમાં સોજા પેદા કરે છે અને જો આ બ્લડ વેસલ્સ હ્રદયમાં છે તો તેનાથી હ્રદયની માંસપેશીઓને માયોકાર્ડિયલ ડેમેજ થઈ શકે છે. જેનાથી સ્ટ્રોક આવવાની શક્યતા વધુ રહે છે અને સ્ટ્રોક આવી પણ શકે છે. 

જો કે કોવિડથી સાજા થયા બાદ ગંભીર સમસ્યા થવાની આશંકા નથી, કારણ કે મોટાભાગના વાયરલ સંક્રમણ ઠીક થઈ જાય છે અને લોકોમાં થોડા દિવસ માટે પ્રભાવ રહે છે પરંતુ પછી તેઓ સાજા થઈ જાય છે. 

એલોપેથિક, યોગ અને આયુર્વેદિક
સરકાર મોટા પાયે કોવિડ-19 ક્લિનિક વિક્સિત કરવા પર આક્રમક રીતે કામ કરી રહી છે. તે જિલ્લા સ્તરે અને મેડિકલ કોલેજોમાં થઈ શકે છે. જ્યાં લોકોને પૂરી સહાયતા આપવામાં આવે છે. તેમાંથી અનેકને ધ્યાન, યોગ કરવાની સલાહ અપાય છે. આથી આ એક વ્યાપક યોજના છે. જેમાં એલોપેથિક, યોગ અને આયુર્વેદિક દવાઓથી સારવાર થાય છે. 

કોરોના લેટેસ્ટ અપડેટ, નવા 44,878 કેસ 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  44,878 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 81,15,580 પર પહોંચ્યો છે. જેમાંથી 4,84,547 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે 81,15,580 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 547 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,28,688 થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news