પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો
આ અંગે ગુપ્તચર એજન્સીઓએ કેટલાક સમય પહેલા જ આ તમામ અતિસંવેદનશીલ ગુપ્ત માહિતીઓથી સરકારને અવગત કરાવી દીધા છે
નવી દિલ્હી : ઇસ્લામીક સ્ટેટ અને આઇએસઆઇ સમર્થિત આતંકવાદી જુથ ભારતમાં તબાહી મચાવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ અંગે ભારતીય ગુપ્તચર એજન્સીએ થોડા સમય પહેલા જ આ તમામ અતિસંવેદનશીલ ગુપ્ત માહિતીમાં સરકારને અવગત કરાવી દેવામાં આવ્યા છે, જેથી વિધ્વંસકારી શક્તિઓને સમય રહેતા પહેલા કાબુ કરવામાં આવી શકે. 9 ઓગષ્ટે ઇન્ટેલિજન્સ બ્યૂરો મુખ્યમથક દ્વારા ગુપ્ત અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા સમર્થિક જેહાદી આતંકવાદી જુથ જમ્મુ અને કાશ્મીર અને તેની બહાર મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકે છે.
તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન
આ અંગે સંબંધિત રાજ્યોને પણ અભિસુચના એકમો અને પોલીસ મથકોને સચેત કરી દેવામાં આવ્યું છે. સુત્રો અનુસાર આ વખતે ઇસ્લામીક સ્ટેટ અને પાકિસ્તાન સમર્થિત કટ્ટરપંથી આતંકવાદી સંગઠન બકરીદ જેવા મોટા પર્વ પર ટોળાને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
કાશ્મીરમાં આગામી 7 દિવસ સરકારની અગ્નિ પરિક્ષા, મોદીના વિશેષ દુતે સંભાળી કમાન
પુર અંગે રાજનીતિ કરવાને બદલે અમારે સાથે આવવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે
ગુપ્તચર એજન્સીઓ એ વાતનો પણ ઇન્કાર નથી કરી રહ્યા કે પાકિસ્તાન ગુપ્તચર એજન્સી અને ઇસ્લામીક સ્ટેટ સમર્થિત આ આતંકવાદી જુથ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હવાઇ મથકો (ટ્રાંસપોર્ટ નેટવર્ક) સહિત અન્ય કેટલાક મહત્વપુર્ણ સ્થળોને પણ નિશાન બનાવવાની ફિરાકમાં છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આ નવો 'અવતાર'!, PHOTO સોશિયલ મીડિયામાં વાઈરલ
દેશની ગુપ્તચર એજન્સીનાં ઉચ્ચ પદસ્થ સુત્રો અનુસાર, ભલે જ આઇએસઆઇ લાંબા સમયથી ભારતમાં અશાંતિ ફેલાવવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ કાશ્મીરથી કલમ 370 હટાવાયા બાદ હાલ પણ ખરાબ રીતે ગભરાયેલા છે. ઉલ્લેખનીય છે કે, તાલિબાન સમર્થિત કેટલાક સ્લિપિંગ મોડ્યુલોની ભારતમાં હાજરીના સમાચારો પણ આવી રહ્યા છે. કેટલાક સમય પહેલા એનઆઇએએ કેરળ સહિત અન્ય કેટલાક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. શ્રીલંકામાં થયેલા સીરીયલ બોમ્બ વિસ્ફોટનાં તાર પણ કેરળ સાથે જોડાયેલા હતા.