નવી દિલ્હી/ ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2019માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પાકિસ્તાન કે ચીન આપણા પર સર્જીકલ સ્ટ્રાઇક કરે તો ભારત તૈયાર છે? સાંભળો PMનો જવાબ


કેપ્ટન અમરિંદરે ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું કે લોકસભા ચૂંઠણીના પરિણામમાં જો પાર્ટીનો રાજ્યમાં સફયો થયો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઇશ અને રાજીનામું પણ આપી દઇશ. બધા મંત્રી અને ધારાસભ્ય રાજ્યમાં પાર્ટીએ ચૂંટણી પ્રદર્શન માટે જવાબદાર હશે.


વધુમાં વાંચો: EXCLUSIVE: મે ટ્રસ્ટી તરીકે પાંચ વર્ષ સુધી દેશની ચોકીદારી કરી: PM Modi


પાર્ટીએ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, મંત્રી અને ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવારોની જીત અથવા હાર થવા પર તેના જવાબદાર હશે. હું પણ તે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે, કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા સીટ પર જીતરશે. જણાવી દઇએ કે, આગામી 19 મેના પંજાબમાં મતદાન થશે.


વધુમાં વાંચો: ટીમ ઇન્ડિયાના કોચે આપી મેચ પહેલા સેક્સની સલાહ, પછી કહ્યું મારી સૌથી મોટી ભુલ


લગભગ એક દશક સુધી શિરોમણી અકાળ દળ અને ભાજપના નેતૃત્વવાળી સરકારે પંજાબમાં સત્તા જમાવી હતી. ત્યારબાદ 2017માં કોંગ્રેસે રાજ્યમાં જીત હાંસલ કરી હતી, જેથી અમરિંદર સિંહ બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...