EXCLUSIVE: મે ટ્રસ્ટી તરીકે પાંચ વર્ષ સુધી દેશની ચોકીદારી કરી: PM Modi

અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર માટે ગુરૂવારે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. અહીં તેમણે સાંજે મથુરાપુરા અને દમદમમાં બે ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. બંગાળમા અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારનાં એક દિવસ પહેલા જ પ્રચાર અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી કોલકાતા હિંસા બાદ પંચે આ નિર્ણય લીધો હતો. 

EXCLUSIVE: મે ટ્રસ્ટી તરીકે પાંચ વર્ષ સુધી દેશની ચોકીદારી કરી: PM Modi

દમદમ : અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર માટે ગુરૂવારે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. અહીં તેમણે સાંજે મથુરાપુરા અને દમદમમાં બે ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. બંગાળમા અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારનાં એક દિવસ પહેલા જ પ્રચાર અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી કોલકાતા હિંસા બાદ પંચે આ નિર્ણય લીધો હતો. 

આ વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે, 6 તબક્કામાં બંગાળના લોકોએ ખુબ મતદાન કર્યું. 7માં તબક્કામાં લોકશાહીના પર્વને મનાવવા માટે તેઓ હિંસા અને આતંક સામે ડર્યા વગર મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. તેઓ અભિનંદનનાં અધિકારી છે. વડાપ્રધાન મોદી સાથે થયેલી વાતચીતનાં કેટલાક મહત્વના અંશો...

કાન ખોલીને સાંભળી લો પશ્ચિમ બંગાળ દીદીની જાગીર નથી: PM મોદી
ચોકીદારના શબ્દને તમે કઇ રીતે લઇ રહ્યા છો...
આ શબ્દ મે 2013-14 ચાલુ કર્યો હતો. તે સમયે માત્ર ગોટાળાનાં સમાચારો છપાતા હતા. દરેક પ્રકારે માત્ર ગોટાળાઓની જ ચર્ચા થતી હતી. ત્યારે મે કહ્યું હતું કે, મને પ્રધાન સેવક બનાવો. ચોકીદારનું કામ કરીશ. 5 વર્ષમાં ચોકીદારનું કામ કર્યું છે. ચોકીદાર મહાત્મા ગાંધીની ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત હતો. મારો ચોકીદારીનો આઇડિયા પણ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પર આધારિત છે. વડાપ્રધાન પદ જે પણ છે હું તેનો માત્ર ટ્રસ્ટી છું. હું તેનો માલિક નથી. મને એક ટ્રસ્ટી તરીકે દેશના સંસાધનો, દેશની સંપત્તી, દેશના સંવિધાનની સાર સંભાળ કરવાની છે અને દેશનું ભલુ કરવા માટે આગળ વધવાનું છે. તો મારા માટે ચોકીદારનો અર્થ સીધો મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપ સિદ્ધાંત અને ઇસ્પિરેશનનો મારો એક શબ્દ છે. 
તમામ સભાઓમાં તમે દાવો કરો છો કે તમારી સરકાર આવી રહી છે? 2021માં બંગાળમાં વિધાનસભા ચૂંટણી છે,

બંગાળ માટે તમારી પાસે કોઇ રણનીતિ અને વિઝન છે ? 
સમગ્ર ભારતનો વિકાસ કરવાનો છે. આજે દેશનો પશ્ચિમી હિસ્સો પછી તે કેરળ, કર્ણાટ, કે પંજાબ ત્યાં તમને આર્થિક ગતિવિધિ જોવા મળે છે. જ્યારે પુર્વ તરફ ગરીબી વધારે છે. દેશના પૂર્વમાં બંગાળ, અસમ, ઓરિસ્સા આ રાજ્યો પાસે અખુટ પ્રાકૃતિક સંસાધનો છે પરંતુ ગરીબી વધારે છે. દેશને સંતુલીત કરવાની ખુબ જ જરૂર છે. જે સ્થિતી પશ્ચિમ હિન્દુસ્તાનની છે તે પુર્વની પણ કરીને સંતુલન જરૂરી છે. ત્યારે જ ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકશે. જે છઠ્ઠા નંબરથી ભારતે 3 નંબરની અર્થવ્યવસ્થા બનાવશે. મારા મનમાં પૂર્વી હિન્દુસ્તાનનું વિઝ છે અને કોલકાતા સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન હબ બની શકે એટલી શક્તિ પડી છે. પરંતુ 40 વર્ષમાં તેને બરબાદ કરી દેવાયું છે. તેનો ખોવાયેલો વૈભવ પાછો લાવવાનો છે. 
રાહુલનું હળહળતુ જુઠ્ઠાણું આવ્યું સામે: વિદેશી સંસ્થાએ ટ્વીટ કરી ખુલાસો કર્યો
17 રેલી એક જ રાજ્યમાં ક્યારે ન તો જોઇ છે ન તો સાંભળી છે, બંગાળ આટલું મહત્વનું કેમ?
હું માનુ છું કે દેશની જનતા સેવા કરવાની તક આપે છે, દિલ્હીમાં મોજ કરવા માટે નહી. ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે અને દેશનાં વડાપ્રધાન તરીકે દેશનાં દરેક ખુણામાં જવું અને જનતાને મળવું તેની સાથે સંવાદ કરવો મારી જવાબદારી છે. તમે જોયું હશે કે 2014થી અત્યાર સુધી 5 વર્ષ કોઇ દિવસ એવો નથી ગયો કે દેશની જનતા વચ્ચે ન ગયો હોઉ. જનતાની વચ્ચે રહેવા માટે જ હું આવ્યો છું. સામાન્ય જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, 5 વર્ષ દેશે મને જે સમર્થન આપ્યું તે બદલ હું સમગ્ર દેશની જનતાનો આભારી છું. બંગાળ સાથે મારો ખાસ સંબંધ રહ્યો છે. મારા જીવનની શરૂઆતમાં રામકૃષ્ણ મિશને મહત્વનો ભાગ ભજવ્યો. 

અહીં પ્રી પોલ અને પોસ્ટ પોલ હિંસા થઇ તમારા માટે કેમ્પેઇન કરવું કેટલું મુશ્કેલ ? 
પરાજયનાં ભયનાં કારણે ટીએમસી અને મુખ્યમંત્રી તથા તેમનાં દરબારીઓ સંતુલન ગુમાવી બેઠા છે. તેમણે બંગાળની જનતાને જ દુશ્મન બનાવી લીધા છે. અહીં બંગાળની જનતા પર હુમલાઓ કરે છે અને બંગાળમાં જે થઇ રહ્યું છે તે જનતા અને સરકાર વચ્ચેની લડાઇ છે, જે લોકો મરાઇ રહ્યા છે તે બંગાળનાં જ બાળકો છે. આ લોકસભા ચૂંટણીમાં જ થયું તેવું નથી. પંચાયત ચૂંટણી સમયે પણ આવી ઘટનાઓ બની હતી. 

5 વર્ષમાં તમે અનેક અભિયાનો કર્યા સ્વચ્છ ભારત, સ્ટાર્ટ અપ ઇન્ડિયા હવે આગામી આયોજન શું છે ? 
પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરો લઇને આવે છે, અમે પહેલીવાર 5 વર્ષને બે હિસ્સામાં વહેંચ્યું છે. 2022 જ્યારે ભારતની આઝાદીનાં 75 વર્ષ પુર્ણ થશે 75 કાર્યક્રમ લીધા છે. જે અમે અઢી વર્ષમાં પુર્ણ કરીશું. ખુબ જ મોટુ કામ છે. વિકાસને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. દરેક ગામ, શહેર, ભણેલા, અભણ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરૂષ દરેકના કલ્યાણ માટે પ્રયાસ કરવાનાં છે. દેશનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વ સ્તરે લઇ જવાના છે. દેશનો ત્રિરંગો ઝંડો જ અમારી પ્રેરણા છે. 

દેશના ઝંડામાં એક રંગ કેસરી છે. કેસરિયા સાંભળશે એટલે બંગાળનાં લિબરલ લોકોના કાન સરવા થશે. કેસરિયાનો અર્થ થાય છે ઉર્જા ક્રાંતિ. આ ક્રાંતિ હેઠળ સોલાર ક્રાંતિ, સફેદ ક્રાંતિ જેમાં દુધ, સોલ્ટ, શુગર, કોટન વગેરેની ક્રાંતિ થશે. લીલા કલર પરથી ગ્રીન રિવોલ્યુશન. સમુદ્ર ચોખ્ખા થાય. આપણુ આકાશ ચોખ્ખું થાય. ઝંડાની સાથે ડંડો પણ હોય છે. ડંડાનો અર્થ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માંગુ છું અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારત ક્રાંતિ કરશે. 

ભારતે રવિન્દ્રનાથ ટાગોરના અનુસાર વિશ્વગુરૂ બનવું પડશે.
આપણો સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમ છે. ભારત પહેલીવાર દેશને જોડવાનું નેતૃત્વ કરી રહ્યું છે. સોલાર એનર્જી, યોગા સહિતના અનેક મુદ્દે સમગ્ર વિશ્વ આમા જોડાઇ રહ્યું છે. આપણી જે મુળભુત શક્તિઓ છે તે વિશ્વને જોડે છે. વિશ્વ આજે આપણને સ્વિકારી રહ્યું છે. વિશ્વમાં આપણને જુથવાદી નથી સમજતું. આપણે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન, ચીન અને અમેરિકા, તમામ સાથે એક સમાન મિત્રતા અને ઉષ્માપુર્ણ સંબંધો ધરાવીએ છીએ. 

આ ચૂંટણી પ્રચારમાં ભાષાનું સ્તર ખુબ જ કથળી ગયું. 
તમે લોકો જે એજન્ડા બનાવીને ચાલી રહ્યા છો. તેનું યોગ્ય મુલ્યાંકન નથી થઇ રહ્યું. તમે જનરલ ટોનમાં કહી દો છો કે આ ચૂંટણીમાં સારી ભાષા નથી રહી. તેના બદલે તમે તે કહો કે આ વ્યક્તિએ આ કહ્યું તે ખોટુ કહ્યું. આ વિચારવું જોઇએ. જો તમે પિન પોઇન્ટેડ ડિબેટ ચાલુ કરશો તો લોકો ડરવા લાગશે. તો મોદી પણ વિચારશે કે યાર મારી ભુલ થઇ ગઇ. મારી રિકવેસ્ટ છે એક નાગરિક તરીકે સ્પૈસિફિકન કઇ વ્યક્તિ કઇ ગાળો આપી રહ્યું છે, તેના પર ચર્ચા કરો. બીજા વિષયમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થાય તે ખુબ જ જરૂરી છે. જો બંને સાથે થશે તો 12 મહિના તુતુ મેને ચાલે છે તે બંધ થઇ જશે. પાંચ વર્ષમાં એકવખત આવશે જે પ્રકારે તહેવાર આવે છે. દરેક વ્યક્તિ કપડા કાળા કરે છે, મોઢુ કાળુ કરે છે અને પછી ગળે મળે છે. લોકશાહીનાં પણ પાંચ વર્ષે આવતા એક ઉત્સવમાં જેમણે જેના પર કલર ઉડાડવો હોય ઉડાવી લે પછી પાંચ વર્ષ સુધી શાંતિ.

આ વખતે ચૂંટણીનો મુદ્દો શું છે વિકાસ, રાફેલ કે પછી...
આ ચૂંટણીમાં અમારા ત્રણ એજન્ડા છે. જો 20 મિનિટ બોલુ છું તો 16 મિનિટ તેના પર બોલું છું. પહેલો વિકાસ, બીજો બધાનો વિકાસ અને ત્રીજો દુર દુર સુધી વિકાસ, તમામ ક્ષેત્રોનો વિકાસ.

આ ચૂંટણી મોદી વર્સેસ દીદી કેમ છે ?
દીદી તમને મળે તો પુછજો કે મોદી કહે છે કે ગરીબનું ઘર બનાવવા માંગુ છું, મોદી કહે છે આયુષ્માન ભારત ચાલુ કરવા માંગુ છું. બંગાળમાં આ યોજનાઓ બંધ કેમ છે. ભારત સરકાર આપી રહી છે તો પછી તમે આડો પગ શા માટે કરો છો. તેમને જઇને પુછો.

ચીન અને પાકિસ્તાન ડોકલામ અને પુલવામા બાદ સ્ટ્રાઇક બેક કરે તો શું ભારતની શક્તિ છેકે આપણે પ્રતિરોધ કરી શકીએ...
ભારત સમગ્ર વિશ્વની સાથે સારા સંબંધના પક્ષકાર છે. સાથે સાથે ભારતને પોતાના સુરક્ષાદળો પર સંપુર્ણ વિશ્વાસ છે. 

જો તમે વડાપ્રધાન નથી બનતા તો તમે ગઠબંધનમાં કોને સૌથી યોગ્ય ઉમેદવાર માનો છો.
આજે મહાગઠબંધને જાહેરાત કરી દીધી, બધા લોકો પહેલા તમે પહેલા તમે એવી લખનવી ભાષા શરૂ કરી દીધી છે.તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાન પદનો દાવો નહી કરીએ, તેમણે મેદાન છોડી દીધું છે. એટલા માટે મને આ કામ ન સોંપશે. એટલે દેશની જનતાએ મને જે જવાબદારી સોંપી છે તે પુર્ણ કરવા દો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news