મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને આજે મળત્વના પુરાવા મળી શકે છે. આજે આ કેસમાં સીબીઆઈ તપાસનો ત્રીજો દિવસ છે. સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ હાલ કૂક નીરજ (Neeraj) સાથે ત્રીજી વખત, સિદ્ધાર્થ (Siddharth), દીપેશ (Dipesh) અને કેશવ(Keshav)ની ફરીથી પૂછપરછ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sushant Case: CBI સામે છે આ 3 મોટા પડકાર, ક્રાઈમ સીન પર નાશ થઈ ગયા છે પુરાવા?


હકીકતમાં આ બધાના નિવેદનોમાં ખુબ વિરોધાભાસ છે અને કદાચ આજે આ પૂછપરછમાં સીબીઆઈને કોઈ મોટો પુરાવો મળી શકે છે. સીબીઆઈ તરફથી આ બધાને 13 અને 14 જૂનને લઈને ખાસ સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. જેથી કરીને સુશાંતના મોતની આગલી રાતે અને મોત વાળા દિવસે શું થયું હતું તે સ્પષ્ટ થઈ શકે. સિદ્ધાર્થ પિઠાની પાસેથી ખાસ કરીને એ જાણકારી લેવામાં આવી રહી છે કે તે સુશાંત અને રિયાને કેવી રીતે ઓળખતો હતો અને 8 જૂનના રોજ જ્યારે રિયા ગઈ તો તેનું શું કારણ હતું. આ બધાના પરસ્પરર વિરોધાભાસી નિવેદનોના કારણે શક વધુ ઊંડો બની રહ્યો છે. 


સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ 


વિરોધાભાસી નિવેદનોથી શક
અત્રે જણાવવાનું કે સીબીઆઈની ટીમ સિદ્ધાર્થ પિઠાની અને નીરજને આમને સામને બેસાડીને પૂછપરછ કરી રહી છે. બંનેના નિવેદનોમાં વિરોધાભાસ સામે આવ્યો છે. આ જ કારણ છે કે સીબીઆઈ બંનેને આમને સામને બેસાડીને તમામ ગૂંચવાયેલા કોકડા ઉકેલવાની કોશિશમાં લાગી છે. આ બંને સુશાંત કેસમાં મહત્વની કડી છે. 


રિયા સંલગ્ન તમામ પુરાવા ભેગા કરી રહી છે સીબીઆઈ
સુશાંત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ કોઈ પણ સમયે રિયા ચક્રવર્તીના ઘરે પૂછપરછ માટે પહોંચી શકે છે. છેલ્લા બે દિવસોમાં જે પ્રકારે સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતના કૂક અને મિત્રોની પૂછપરછ કરી છે તેનાથી સ્પષ્ટ છે કે તે રિયા ચક્રવર્તીની પૂછપરછ કર્યા પહેલા તેના સંલગ્ન તમામ પુરાવા ભેગા કરવા માંગે છે. આ બધા નિવેદનો બાદ સીબીઆઈ, રિયા ચક્રવર્તી અને તેના પરિવારને તેમના ઘરે પૂછપરછ કરી શકે છે. 


આ સાથે જ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં ફોરેન્સિક ટીમ અને મુંબઈ પોલીસની એક ટીમ પણ પહોંચી છે.  


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube