બેઈજિંગ: ચીન (China) પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. તે પ્રત્યક્ષ રીતે ભલે શાંતિપૂર્ણ સમાધાનની વાત કરી રહ્યું હોય પરંતુ મીડિયા દ્વારા તે સતત ભારતને ધમકાવી રહ્યું છે. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઈલી (People's Daily) ના ડેબ્લોઈડ ન્યૂઝ પેપર ગ્લોબલ ટાઈમ્સ(Global Times)એ હાલની ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ એ જતાવવાની પણ કોશિશ કરી છે કે ભારતે આ ગતિરોધના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખબારે લખ્યું છે કે જો ભારતે સરહદે તણાવ વધાર્યો તો તેણે ત્રણ મોરચે લડવું પડી શકે છે. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા મુજબ પાકિસ્તાન અને નેપાળ સાથે ચીનના સારા સંબંધો છે આથી જો જંગ થઈ તો ભારતે ચીન, પાકિસ્તાન કે નેપાળ સાથે એક સાથે જંગ લડવી પડી શકે છે. જો આમ થયું તો ભારતની વિનાશકારી હાર થશે. અખબારે ધમકીભર્યા સૂરમાં કહ્યું છે કે ભારતે જો પોતાની સેનાને સરહદે કાબુમાં ન રાખી તો તેણે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. 


UNSCમાં ભારતની નિર્વિરોધ જીત, PM મોદીએ આ રીતે વૈશ્વિક સમુદાયનો માન્યો આભાર 


ઘટનાની તપાસની માંગણી
ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ ચીની સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi)એ સરહદે સંઘર્ષ સંબંધે બુધવારે ભારતીય વિદેશમંત્રી સાથે વાત કરી અને તેમને કહ્યું કે ચીન લદાખમાં એલએસી પર થયેલી ઘટનાની ઊંડી તપાસની માગણી કરે છે. આ સાથે જ તે ઈચ્છે છે કે જે લોકો આ માટે જવાબદાર છે તેમને કડક સજા મળે. આ ઉપરાંત ભારતીય સરહદે તૈનાત સૈનિકોએ કડક અનુશાસનમાં રહેવું જોઈએ અને તે તમામ ભડકાઉ કાર્યવાહીઓને તરત રોકવી જોઈએ જેથી કરીને એ સુનિશ્ચિત થાય કે આવી ઘટનાઓ ફરીથી ન ઘટે. 


ચીનનો પ્રોપગેન્ડા શરૂ, અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતને આપી પોકળ ધમકી


ઓછું આંકવાની ભૂલ ન કરે
અખબારનું કહેવું છે કે ચીની વિદેશ મંત્રાલયે ભારતને કહ્યું છે કે તેઓ ગલવાન ખીણમાં તણાવ ઓછો કરવા માંગે છે પરંતુ ભારતીય સૈનિકોએ એકવાર ફરીથી જાણી જોઈને ઉશ્કેરવા માટે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી, અને વાતચીત માટે ગયેલી ચીની અધિકારીઓ અને સૈનિકો ઉપર પણ હુમલો કર્યો. ભારતીય સેનાના આ ખતરનાક પગલાંએ સરહદે મુદ્દા પર બંને દેશો વચ્ચે થયેલી સંધિઓ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળ માપદંડોનો ગંભીરપણે ભંગ કર્યો છે. ભારતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી ઘટના ફરીથી ન થાય. ભારતે વર્તમાન સ્થિતિને ખોટી રીતે લેવી ન જોઈએ અને તેણે ક્ષેત્રીય સાર્વભૌમત્વની રક્ષાની ચીનની ક્ષમતાને ઓછી આંકવી ન જોઈએ.


ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, પાકિસ્તાન હેરાન પરેશાન  


ગ્લોબલ ટાઈમ્સે ચીની વિશ્લેષકોના હવાલે કહ્યું છે કે બંને દેશોના ટોચના રાજનયિકોની ફોન પર થયેલી વાતચીત દરમિયાન ચીને તણાવ છો કરવા પ્રત્યે પતોાની ઈમાનદાર ઈચ્છા વ્યક્ત કરી અને એવો સંદેશો પણ આપ્યો કે ચીન પોતાના સિદ્ધાંતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. જેનો અર્થ છે કે ભારત તણાવ ઓછો કરવા માંગે કે વધારવા માંગે પણ ચીન તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 


સેનાની ક્ષમતા પર સવાલ
અખબારે ભારતીય સેનાની તૈયારીઓ અને ક્ષમતા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે. આ સાથે એમ પણ કહ્યું કે ચીન-ભારત સરહદે ટકરાવ થાત જ નહીં જો બંને પક્ષ પરસ્પર વાતચીતથી આ મુદ્દાને ઉકેલી લેત. એવી પણ ધમકી આપી કે ભારત સરહદી વિસ્તારમાં પોતાના સૈન્ય દળોને નિયંત્રિત નહીં કરે તો ભારે નુકસાન ઉઠાવવું પડશે કારણ કે કોવિડ 19નાકારણે તેની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube