ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, પાકિસ્તાન હેરાન પરેશાન
બુધવારે ભારત (India) 8મી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય (India member of UNSC) તરીકે ચૂંટાઈ આવ્યું છે. નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં બાદ હવે ભારત 2021-2022ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનો અસ્થાયી સભ્ય બન્યું. 193 સભ્યની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના 75મા સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો અને આર્થિક તથા સામાજિક પરિષદના સભ્યો માટે ચૂંટણી યોજી હતી. ભારતની સાથે સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદમાં એન્ટ્રી મળી છે. જ્યારે કેનેડાએ બહાર રહેવું પડશે.
Trending Photos
ન્યૂયોર્ક: બુધવારે ભારત (India) 8મી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય (India member of UNSC) તરીકે ચૂંટાઈ આવ્યું છે. નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં બાદ હવે ભારત 2021-2022ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનો અસ્થાયી સભ્ય બન્યું. 193 સભ્યની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના 75મા સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો અને આર્થિક તથા સામાજિક પરિષદના સભ્યો માટે ચૂંટણી યોજી હતી. ભારતની સાથે સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદમાં એન્ટ્રી મળી છે. જ્યારે કેનેડાએ બહાર રહેવું પડશે.
આ અગાઉ1950-51, 1967-68, 1972-73, 1977-78, 1884-85, 1991-92, અને 2011-12માં ભારત આ જવાબદારી નિભાવી ચૂક્યું છે. સુરક્ષા પરિષદમાં હાજરીથી કોઈ પણ દેશનો યુએન પ્રણાલીમાં હસ્તક્ષેપ અને દબદબાનો દાયરો વધી જાય છે. આવામાં 8 વર્ષ બાદ ભારતનું સુરક્ષા પરિષદમાં પહોંચવું ખુબ મહત્વ ધરાવે છે.
Member States elect India to the non-permanent seat of the Security Council for the term 2021-22 with overwhelming support.
India gets 184 out of the 192 valid votes polled. pic.twitter.com/Vd43CN41cY
— India at UN, NY (@IndiaUNNewYork) June 17, 2020
192માંથી 184 મત મળ્યાં
જીત બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે ભારત નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે અને એક સારી બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે. ભારતને 192 બેલેટ મતમાંથી 184 મત મળ્યાં. તિરૂમૂર્તિએ કહ્યું કે હું ખુબ ખુશ છું કે ભારતને વર્ષ 2021-22 માટે UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટી લેવાયુ છે. ભારતને ભારે સમર્થન મળ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ જે વિશ્વાસ જતાવ્યો છે તેનાથી વિનમ્ર મહેસૂસ કરી રહ્યો છું.
તેમણે કહ્યું કે, 'ભારતનું સિક્યુરિટી કાઉન્સિલમાં ચૂંટાઈ આવવું એ પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અને વૈશ્વિક નેતૃત્વને મજબુત બનાવે છે, ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં. ભારત એક મહત્વના સમયે સુરક્ષા પરિષદનો સભ્ય બન્યું છે. અમને ભરોસો છે કે કોવિડ 19 દરમિયાન અને કોવિડ બાદની દુનિયામાં ભારત હંમેશા નેતૃત્વ પ્રદાન કરશે અને સારી બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે.'
પાકિસ્તાન થયું પરેશાન
જો કે પાકિસ્તાન (Pakistan) તેનાથી ખુબ પરેશાન છે. પાકિસ્તાને કહ્યું કે ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવવું એ એક ચિંતાનો વિષય છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે ભારતનું સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે સામેલ થવું કોઈ મોટી વાત નથી. તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ અમારા માટે આ નિશ્ચિતપણે એક ચિંતાનો વિષય છે.
સુરક્ષા પરિષદમાં 15 દેશ
સંયુક્ત રાષ્ટ્રનું (UN) સૌથી મહત્વનું અંગ છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) જે સમગ્ર વિશ્વમાં શક્તિ સંતુલન જાળવી રાખે છે. આ પરિષદમાં કુલ 15 દેશ સામેલ છે જેમાંથી પાંચ દેશોને સ્થાયી સભ્યપદ મળેલુ છે. જેમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન સામેલ છે. આ ઉપરાંત દસ અન્ય દેશોને પણ સુરક્ષા પરિષદની અસ્થાયી સદસ્યતા પ્રાપ્ત છે અને આ દેશો સાથે હવે ભારત પણ સુરક્ષા પરિષદનો હિસ્સો બન્યો છે.
We extend a warm welcome to India&congratulations on India’s successful election to UN Security Council. We look forward to working together on issues of international peace&security-a natural extension of US-India Comprehensive Global Strategic Partnership:US Department of State pic.twitter.com/mz53QVwepg
— ANI (@ANI) June 17, 2020
અમેરિકાએ કર્યું સ્વાગત
અમેરિકાએ સ્વાગત કરતા કહ્યું કે અમે ભારતનું ઉષ્માભર્યુ સ્વાગત કરીએ છીએ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સફળ ચૂંટણી બદલ અભિનંદન પાઠવીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના મુદ્દાઓ પર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ જે ભારત અને અમેરિકા વચ્ચે સહભાગિતાની વૈશ્વિક રણનીતિ છે.
ભારતની જીત નક્કી જ હતી
મહાસભા દર વર્ષે બે વર્ષના કાર્યકાળ માટે કુલ 10માંથી પાંચ અસ્થાયી સભ્યોની ચૂંટણી કરે છે. આ 10 અસ્થાયી સીટ ક્ષેત્રીય આધાર પર વહેંચવામાં આવે છે. પાંચ સીટો આફ્રીકા અને એશિયાના દેશો માટે, એક પૂર્વ યુરોપીય દેશો, બે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો માટે તથા બે પશ્ચિમી યુરોપીય અને અન્ય રાજ્યો માટે ફાળવવામાં આવે છે. પરિષદમાં ચૂંટાવવા માટે ઉમેદવાર દેશોના સભ્ય દેશોને બે-તૃતિયાશ બહુમતની જરૂર પડે છે.
જુઓ LIVE TV
શું છે UNSC
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર સંઘના 6 પ્રમુખ ભાગમાંથી એક છે. તેનું મુખ્ય કાર્ય દુનિયાભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નવા સભ્યોને જોડવાનું અને તેના ચાર્ટરમાં ફેરફાર સંલગ્ન કામ પણ સુરક્ષા પરિષદના કામનો ભાગ છે. આ પરિષદ દુનિયાભરના દેશોમાં શાંતિ મિશન મોકલે છે અને જો દુનિયાના કોઈ દેશમાં મિલેટ્રી એક્શનની જરૂર પડે તો સુરક્ષા પરિષદ રિઝોલ્યુશન દ્વારા તેને લાગુ પણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે