ચીનની સાથે વાતચીત ફેલ થઈ તો લદ્દાખમાં સૈન્ય કાર્યવાહી પર વિચારઃ CDS જનરલ બિપિન રાવત
India China border dispute news: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પ્રમાણે સેના દરેક મોરચા પર તૈયાર છે. વાતચીત નિષ્ફળ રહેવા પર સૈન્ય વિકલ્પો પર વિચાર કરી શકાય છે.
નવી દિલ્હીઃ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે કહ્યું કે, લદ્દાખમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા ફેરફારોનો સામનો કરવા માટે સૈન્ય વિકલ્પ જારી છે, પરંતુ આ વિકલ્પ પર વિચાર સૈન્ય અને રાજદ્વારી સ્તર પર વાતચીત નિષ્ફળ થયા બાદ કરવામાં આવશે.
સીડીએસ જનરલ બિપિન રાવતે એક વાતચીતમાં કહ્યું કે, એલએસી પર વિવાદનું કારણ, બોર્ડરને લઈને અલગ-અલગ ધારણાઓ હોય છે. તેમણે સૈન્ય વિકલ્પો પર વાત કરવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ચીન હજુ પણ પૈગોન્ગ વિસ્તારમાં યથાવત છે. તે ફિંગર-5થી પાછળ હટવા માટે તૈયાર નથી.
સિંધિયાને ગદ્દાર કહીને ફસાઈ કોંગ્રેસ, શિવરાજે પૂછ્યુ- ચિદમ્બરમ, ઈન્દિરા ગાંધી પણ ગદ્દાર છે શું
ઉલ્લેખનીય છે કે એલએસી પર વિવાદ ઉકેલવા માટે ભરાત અને ચીનની વચ્ચે ઘણા તબક્કામાં સૈન્ય વાર્તા થઈ ચુકી છે. તેમાં લેફ્ટિનેન્ટ-જનરલ સ્તરની વાર્તા પણ સામેલ છે. રાજદ્વારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સંયુક્ત સચિવ સ્તરના અદિકારીઓ ચીન સાથે વાત કરી રહ્યાં છે. બંન્ને પક્ષો વચ્ચે સરહદ પર તણાવ ઓછો કરવાની વાત કરવામાં આવી રહી છે.
આ વાતચીતથી એલએસી વિવાદનો હલ નિકળી રહ્યો નથી. ફિંગર અને ડારલા વિસ્તારમાં ચીની સેના પીપુલ્સ લિબરેશન આર્મી અભ્યાસ કરી રહી છે. તેવામાં સીડીએસ જનરલ બિપિન રાવતે સૈન્ય વિકલ્પ પર વિચારનું નિવેદન આપીને ચીનને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર