Corona Update: દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, છેલ્લા 24 કલાકના આંકડા ડરામણા
ભારતમાં એક જ દિવસમાં કોવિડ-19 (Covid-19) ના નવા 81,484 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના (Coronavirus) થી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 64 લાખ પહોંચવા આવી છે. આ બાજુ 53 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 8370 ટકા થયો છે.
નવી દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં કોવિડ-19 (Covid-19) ના નવા 81,484 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના (Coronavirus) થી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 64 લાખ પહોંચવા આવી છે. આ બાજુ 53 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 8370 ટકા થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 63,94,069 કેસ નોંધાયા છે. જેમાંથી 99,773 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 53,52,078 લોકો સાજા થઈ ગયા છે. 9,42,217 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 1095 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube