નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિમાં ધીરે-ધીરે સુધાર થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 36 હજાર નવા કેસ સામે આવ્યા છે. આમ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 96 લાખને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,652 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 512 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોનાના 96 લાખ 8 હજાર 211 કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાને 90 લાખ 58 હજાર 822 લોકો માત આપી ચુક્યા છે. દેશમાં કોરોના કેસની સક્રિયતામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના હાલ 4 લાખ 9 હજાર 689 એક્ટિવ કેસ છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 1 લાખ 39 હજાર 700 લોકોના મૃત્યુ થયા છે.  


રિકવરી રેટમાં વધારો
દેશમાં કોરોનાના રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાથી 42,533 લોકો સાજા થયા છે. તેનાથી રિકવરી રેટ 94.28 ટકા થઈ ગયો છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 6393 એક્ટિવ કેસ ઓછા થયા છે. તેનાથી એક્ટિવ કેસનો દર 4.26 ટકા થઈ ગયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર 1.45 ટકા છે.  


2021ના પ્રથમ ક્વાર્ટર સુધી 50 કરોડ લોકોને અપાશે ડોઝ, શું છે WHOને વેક્સિન વિતરણનો રોડમેપ


દેશમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ કોરોના ટેસ્ટ
દેશમાં કોરોનાની તપાસનો આંકડો પણ વધ્યો છે. દેશમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ સેમ્પલોની તપાસ થઈ ચુકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ  (Indian Council of Medical Research, ICMR) તરફથી જારી આંકડા પ્રમાણે દેશમાં શુક્રવાર (4 ડિસેમ્બર) સુધી 14,58,85,512 સેમ્પલોની તપાસ થઈ ચુકી છે, જેમાંથી  11,57,763 ટેસ્ટ કાલે થયા છે. 


 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube