લદાખ: અનેક તબક્કાની વાતચીત થવા છતાં ચીન (China) સાથે સૈન્ય તણાવમાં જરાય કમી ન થતા સેના (Indian Army) એ હવે પોતાની તૈયારીઓ વધુ મજબૂત કરવા માંડી છે. સેનાએ પૂર્વ લદાખ (Eastern Ladakh) માં ચીનની કોઈ પણ ચાલબાજીને પહોંચી વળવા માટે ટેન્ક રેજિમેન્ટને મેદાનમાં ઉતારી દીધી છે. આ રેજિમેન્ટમાં ભીષ્મ, અર્જૂન સહિત અનેક આધુનિક ટેન્કો છે. જે ગણતરીની ક્ષણોમાં દુશ્મનોના છક્કા છોડાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અયોધ્યા બાદ હવે કાશી-મથુરાનો વારો'


મળતી માહિતી મુજબ આ ટેન્ક કોઈ પણ ઋતુમાં કે સમયે યુદ્ધ કરવાની ક્ષમતાઓથી લેસ છે. આ ટેન્ક રેજિમેન્ટની તૈનાતી સાથે જ ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે યુદ્ધની સ્થિતિમાં તે તેના કબજાવાળા વિસ્તારમાં ઘૂસવામાં પણ પાછી પાની નહીં કરે. 


મન કી બાત: દેશનું કૃષિ ક્ષેત્ર, ખેડૂતો એ આત્મનિર્ભર ભારતનો આધાર-પીએમ મોદી


હકીકતમાં ટેન્કોની તૈનાતી સમતળ વિસ્તારમાં યુદ્ધ માટે હોય છે. જ્યારે લદાખ પહાડી વિસ્તાર છે. જો કે LACની પેલે પાર અક્સાઈ ચીનવાળો વિસ્તાર મેદાનવાળો છે. જેના પર ટેન્ક સરળતાથી દોડાવી શકાય છે અને યુદ્ધ લડી શકાય છે. આમ કરીને ભારતે ચીનને પરોક્ષ રીતે જણાવી દીધુ છે કે હવે જો યુદ્ધ થયું તો તે ભારતના વિસ્તારમાં નહીં પરંતુ તેના કબજાવાળા વિસ્તારમાં થશે. 


Corona Update: દેશમાં કુલ કેસ 60 લાખ નજીક પહોંચ્યા, 49 લાખ લોકોએ કોરોનાને આપી માત


લદાખમાં તૈનાત સેનાની 14મી ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું કે સરહદની સુરક્ષા માટે ટેન્કોની સાથે ઈન્ફેન્ટ્રી સોમ્બેટ વ્હીકલ પણ તૈનાત કરાયા છે. તેમણે કહ્યું કે આપણી માતૃભૂમિની રક્ષા માટે જવાનો પૂરેપૂરા જુસ્સા સાથે ડટેલા છે. તેમણે કહ્યું કે ચીને જો કોઈ પણ પ્રકારનું દુ:સાહસ કર્યું તો તેને જડબાતોડ જવાબ મળશે તે નક્કી છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube