Bizzare Marriage: અજીબ લગ્ન: ભારતમાં વિવિધ લગ્નોમાં અનેક પ્રકારના રિવાજોનું પાલન કરવામાં આવે છે. તેવામાં આપણને કેટલીક પરંપરાઓ અનોખી તેમજ અજીબ પણ લાગશે. અને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ક્યાંક એક યુવતીના લગ્ન એક યુવકના ભાઈઓ સાથે થાય છે અને ઘણી યુવતીઓના એક કરતા વધુ પતિ હોય છે. તમે પણ જાણો કે આ અનોખા રિવાજો ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક યુવતીના એકથી વધારે પતિ
ભારતના મેઘાલયમાં એક યુવતી એક કરતાં વધુ પરિણીત પુરુષ સાથે લગ્ન કરી શકે છે. યુવતીઓને અહીં ગમે તેટલી વખત લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે અને તે એક કરતા વધુ યુવક સાથે લગ્ન કરી શકે છે. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી લોકો આ પ્રથા બંધ કરવાની માગ કરી રહ્યા છે.


બાયડન સરકારે ભારતીયોને આપી સૌથી મોટી રાહત, જે દેશમાં હશો ત્યાંથી જ મળી જશે US વિઝા


ભાઈ-બહેનના લગ્ન
બીજી બાજુ, ભારતના છત્તીસગઢમાં, ભાઈ અને બહેન લગ્ન કરે છે, અહીં રસ્ન ધુરર્વ આદિવાસી જાતિ દ્વારા કરવામાં આવે છે. જોકે આ લગ્ન ભાઈ-બહેન વચ્ચે નથી થતા. મામા, ફોઈ, માસીના બાળકો એકબીજા સાથે લગ્ન કરે છે. અહીં, જો કોઈ લગ્ન કરવાનો ઈનકાર કરે છે, તો તેણે દંડ પણ ભરવો પડશે.


ડાકોરમાં માઘ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી; સોનાની પિચકારીથી ભક્તો પર કેસુડાનો છંટકાવ...


બધા ભાઈઓની એક દુલ્હન
હિમાચલ પ્રદેશમાં કિન્નરોના રિવાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં યુવતીના લગ્ન છોકરાના તમામ ભાઈઓ સાથે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાભારતના સમયગાળા દરમિયાન, પાંડવો તેમના વનવાસ દરમિયાન થોડો સમય દ્રૌપદી અને માતા કુંતી સાથે અહીં રહ્યા હતા, તેથી અહીં આ રિવાજનું પાલન કરવામાં આવે છે. કહેવાય છે કે આજે પણ અહીંના તમામ ભાઈઓની એક દુલ્હન હોય છે. 


ન છીણી, ન હથોડી…કરોડો વર્ષ જૂની શાલી ગ્રામ શિલાઓમાંથી આ રીતે બનશે રામલલ્લાની મૂર્તિ


મામા અને ભાણીના લગ્ન
દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં મામા અને ભાણીના લગ્ન થાય છે. અહીંના લોકોનું કહેવું છે કે મામાના ઘરે બહેને પોતાનો હક ના માંગવો જોઈએ, તેથી જ અહીં મામા-ભાણીના લગ્ન કરાવવામાં આવે છે.


નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષા ઉત્સવ;192 વર્ષથી કેમ ચાલે છે સાકર વર્ષાની પરંપરા


લગ્ન પહેલા બાળકને આપવાનો હોય છે જન્મ
આ સિવાય રાજસ્થાનના સિરોહી અને પાલીમાં પણ છોકરીએ લગ્ન પહેલા બાળકને જન્મ આપવો પડે છે. આ વિધિ અહીંના ગરાસિયા જનજાતિમાં કરવામાં આવે છે અને આ લોકો તેને શુભ માને છે. અહીં દરેક વર-કન્યા લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધે છે, જ્યારે બાળક થાય તો લગ્ન થાય છે નહીં તો લગ્ન નથી થતા. અહીં સદીઓથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.