નવી દિલ્હીઃ ભારતે મુંબઈ આતંકી હુમલા (Mumbai Terrorist Attack)મા સામેલ આતંકવાદીઓની પાકિસ્તાન (Pakistan) દ્વારા જાહેર કરાયેલી યાદીને નકારી દીધી છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાને મુંબઈ હુમલાના મુખ્ય ષડયંત્રકારને આ યાદીમાં ઇરાદાપૂર્વક સામેલ કર્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાને જટિલ નીતિ છોડી દેવી જોઈએ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ મુદ્દા પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ, ભારતે વારંવાર પાકિસ્તાનને કહ્યું છે કે મુંબઈ આતંકવાદી હુમલાની સુનાવણીમાં પોતાના આંતરરાષ્ટ્રીય દાયિત્વોનું પાલન કરવામાં તેણે પોતાની જટિલ અને મોડું કરવાની રણનીતિ છોડી દેવી જોઈએ. તેમણે કહ્યું, અમે પાકિસ્તાનની તપાસ એજન્સી એફઆઈએ વિશે પાકિસ્તાનના મીડિયામાં રિપોર્ટ જોયો છે જેમાં 26-11ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ ઘણા આતંકવાદીઓનું નામ નથી. 


લિસ્ટમાં માત્ર 19 આતંકવાદીઓના નામ
શ્રીવાસ્તવે કહ્યુ, યાદીમાં લશ્કર-એ-તૈયબાના કેટલાક આતંકવાદી સામેલ છે, તેમાં 26-11 હુમલાને અંજામ આપવા માટે ઉપયોગ કરવામાં આવેલ હોડીના ખલાસીઓ પણ સામેલ છે. પરંતુ તેમાં મુંબઈ આતંકી હુમલામાં સામેલ મુખ્ય ષડયંત્રકારીઓને છોડી દેવામાં આવ્યા છે. સમાચાર પ્રમાણે લિસ્ટમાં માત્ર 19 આતંકવાદીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે.


દીપોત્સવઃ રામની નગરી અયોધ્યામાં પ્રગટાવાશે 5 લાખ 51 હજાર દીવા, બનશે નવો રેકોર્ડ


પાકિસ્તાનમાં બની હુમલાની યોજના
શ્રીવાસ્તવે કહ્યુ, તે વાસ્તવિકતા છે કે પાકિસ્તાનથી 26-11ના આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. આ યાદીથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાને મુંબઈ આતંકવાદી હુમલાના પાકિસ્તાન સ્થિત ષડયંત્રકર્તા અને તેના સહયોગીઓ વિશે જરૂરી જાણકારી અને પૂરાવા છે. અન્ય દેશોમાંથી પણ પાકિસ્તાનથી આતંકી હુમલાના ષડયંત્રકારીઓને જલદી ઉઘાડા પાડવામાં આવે. 


તેમણે કહ્યું, આ ગંભીર ચિંતાનો વિષય છે કે જાહેર રૂપથી પોતાની કબૂલાતની સાથે-સાથે ભારત દ્વારા શેર કરવામાં આવેલા બધા જરૂરી પૂરાવા છતાં પાકિસ્તાને 15 દેશોના 166 પીડિતોના પરિવારને ન્યાય અપાવવામાં ઈમાનદારી દેખાડી નથી. જ્યારે આપણે 26-11 હુમલાની 12મી વરસીની નજીક છીએ. 


પત્નીએ કરવા ચોથ પર આખો દિવસ પતિ માટે વ્રત રાખ્યું, રાતે 17 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ


મહત્વનું છે કે 26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલામાં2 8 વિદેશીઓ સહિત કુલ 166 લોકોના મૃત્યુ થયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube