દીપોત્સવઃ રામની નગરી અયોધ્યામાં પ્રગટાવાશે 5 લાખ 51 હજાર દીવા, બનશે નવો રેકોર્ડ


રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ પર આ વર્ષે નવો રેકોર્ડ બનશે. 5 લાખ 51 હજારથી વધુ દીપ પ્રગટાવવામાં આવશે. યોદી આદિત્યનાથની સરકાર બન્યા બાદ 2017થી અયોધ્યામાં દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 
 

દીપોત્સવઃ રામની નગરી અયોધ્યામાં પ્રગટાવાશે 5 લાખ 51 હજાર દીવા, બનશે નવો રેકોર્ડ

લખનઉઃ અયોધ્યા  (Ayodhya)મા યોગી આદિત્યનાથ સરકાર  (Yogi Adityanath Government) દ્વારા આ વખતે ભવ્ય દીપોત્સર મનાવવામાં આવી રહ્યો છે. 2017થી શરૂ થયેલા દીપોત્સવમાં આ વખતે નવો રેકોર્ડ બનશે. દીપોત્સવ માટે અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. દીપોત્સવના અવસર પર રામની નગરમાં 24 કલાકમાં આ વખતે 5 લાખ 51 હજારથી વધુ દીવડા પ્રગટાવવામાં આવશે. 

12થી 16 નવેમ્બર સુધી દીપોત્સવ
દીપોત્સવ-2020ના પર્વ પર સરયૂ નદીની ભવ્ય અને દિવ્ય આરતીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ, કનક ભવન, રામ કી પૈડી, હનુમાન ગઢી સહિત બધા મંદિરોની અંદર લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગ, અયોધ્યા જિલ્લા વહીવટી તંત્ર અને ડોક્ટર રામ મનોહર લોહિયા વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપકરણમાં 12થી 16 નવેમ્બર દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દીપ પ્રગટાવવા માટે 29 હજાર લીટર તેલનો ઉપયોગ થશે. 7.5 લાખ કિલો રૂની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

કોણ બનશે મુખ્યમંત્રી? નીતીશ બોલ્યા- મેં દાવો કર્યો નથી, NDA લેશે નિર્ણય  

મઠ મંદિરોમાં ભજન, રામાયણ પાઠ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ દીપોત્સવની વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે. પાછલા દિવસોમાં તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા, દીપોત્સવ-2020 દરમિયાન દરરોજ અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે અને દરેક કાર્યક્રમમાં કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. દીપોત્સવ પર અયોધ્યાના બધા મઠ, મંદિરો તથા ઘરોમાં દીપ પ્રાગટ્યની વ્યવસ્થા એવી કરવામાં આવે જેથી ભગવાન રામની નદરી દીપના પ્રકાશથી ઝળહળી ઉઠે. તેમણે મઠ મંદિરોમાં ભજન તથા રામાયણ પાઠનું આયોજન કરાવવાના નિર્દેશ આપ્યા છે. 

2017થી દીપોત્સવ જારી
મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યુ હતુ. મુખ્યમંત્રી આદિત્યનાથ દીપોત્સવ પર અયોધ્યાાં શ્રીરામ જન્મભૂમિ પહોંચીને રામલલાના દર્શન કરશે અને ત્યાં દીપ પ્રગટાવશે. આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની સાથે 2017થી દિવાળી પર અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની પરંપરા શરૂ થઈ અને દર વર્ષે તેની ભવ્યતા વધી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news