પત્નીએ કરવા ચોથ પર આખો દિવસ પતિ માટે વ્રત રાખ્યું, રાતે 17 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ

મધ્ય પ્રદેશના સાગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 35 વર્ષની મહિલા 17 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ. ભાગવા માટે જે ષડયંત્ર રચ્યું તે જાણીને છક થઈ જશો. 

Updated By: Nov 12, 2020, 09:14 PM IST
પત્નીએ કરવા ચોથ પર આખો દિવસ પતિ માટે વ્રત રાખ્યું, રાતે 17 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ

સાગર: કહેવાય છે ને કે પ્રેમ થાય છે ત્યારે વ્યક્તિ ઉંમરના બંધનને પણ ભૂલી જાય છે. આવું જ કઈંક મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બારહા ગામમાં જોવા મળ્યું છે. જ્યાં 35 વર્ષની એક મહિલા તેના 18 વર્ષના આશિક સાથે ભાગી ગઈ. કરવા ચૌથની રાતે મહિલાએ પોતાના પતિનો ચહેરો ચારણીમાંથી જોવાનો હતો. પરંતુ આમ કરતા પહેલા તેણે આખા ઘરને નશીલી દવા ખવડાવી અને ઘરમાં રાખેલા ઝવેરાત અને પૈસા લઈને પ્રેમી સાથ રફૂચક્કર થઈ ગઈ. સવારે જ્યારે ઘરના સભ્યોની આંખ ખુલી તો આખો મામલો સામે આવ્યો. 

મમતા બેનરજી સામે બળવાની શરૂઆત!, આ 4 મંત્રી કેબિનેટ બેઠકમાં પહોંચ્યા જ નહીં

ભત્રીજો બનીને પ્રેમિકાના ઘરે આવ્યો પ્રેમી
બારહા  ગામની આ મહિલાનો પંકજ નામનો પ્રેમી છિંદવાડામાં રહેતો હતો. પહેલા બંનેએ ફોન પર ભાગવાની યોજના ઘડી. ત્યારબાદ ચાર નવેમ્બરે પંકજ તેની 35 વર્ષની પ્રેમિકાના ઘરે ભત્રીજો બનીને પહોંચ્યો. આથી મહિલાના ઘરના સભ્યોને તેના પર જરાય શક ગયો નહી. રાતે મહિલાએ ઘરના સભ્યોના ભોજનમાં નશીલી દવા ભેળવીને ખવડાવી દીધુ. ત્યારબાદ ઘરના બધા સભ્યો બેહોશ થઈ ગયા. આ દરમિયાન બંનેએ તક જોઈને ઘરમાં રાખેલા દાગીના, 45 હજાર રૂપિયા કેશ અને બાઈક લઈને ફરાર થઈ ગયા. આ દરમિયાન મહિલા પોતાના નાના પુત્રને પણ સાથે લેતી ગઈ. 

Corona Update: કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી

અજીબ છે બંનેના પ્રેમની કહાની
હકીકતમાં મહિલા છિંદવાડાની રહીશ હતી. પંકજ તેના ઘરની પાછળ રહેતો હતો. ચોંકાવનારી વાત એ છે કે મહિલાનો પ્રેમી પંકજ તેના કરતા ઉંમરમાં 17 વર્ષ નાનો છે. જ્યારે મહિલાના લગ્ન થયા ત્યારે પંકજની ઉંમર માત્ર 3 વર્ષ હતી. પરંતુ જેવો પંકજે યુવાની પણ ડગ માંડ્યા તો આ બંનેનો પ્રેમ છાપરે ચડીને પોકારવા લાગ્યો. 

વયસ્ક થતા જ પંકજે ભાગવાનું પ્લાનિંગ કર્યું
નોંધવા જેવી વાત એ છે કે પંકજ એક વર્ષ અગાઉ સુધી સગીર હતો. પરંતુ જેવો વયસ્ક થયો કે તેણે પોતાની 35 વર્ષની પ્રેમિકા સાથે ભાગવાનું પ્લાનિંગ કરી નાખ્યું.

ધનતેરસ પર આ વસ્તુઓનું અવશ્ય કરો મહાદાન, દેવી લક્ષ્મીની અપાર કૃપા થશે, બનશો ધનવાન

કરવા ચૌથના દિવસે ભાગી પ્રેમિકા
ખાસ વાત એ છે કે બંનેએ ભાગવા માટે પણ કરવા ચોથનો દિવસ જ પસંદ કર્યો. મહિલાએ આખો દિવસ પતિ માટે વ્રત કર્યું અને રાતે પ્રેમી સાથે ભાગી ગઈ. મહિલાના પતિએ જણાવ્યં કે પંકજ તેના ઘરમાં સંબંધી બનીને આવ્યો હતો. આથી અમને તેના પર શક ગયો નહી. જો કે આ મામલે મહિલાના પતિએ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. હાલ હજુ સુધી બંનેના કોઈ સમાચાર મળ્યા નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube