નવી દિલ્હી: ભારતમાં કોરોનાની નવી લહેર દિન પ્રતિદન ખતરનાક બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તો રોજેરોજ 3 લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.60 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે પહેલીવાર મૃત્યુઆંક 3000 પાર ગયો છે. સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નવા 3.60 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,79,97,267 પર પહોંચ્યો છે. જેમાંથી 29,78,709 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,61,162 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3293 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 1,48,17,371 પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક 2,01,187 થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,78,27,367 લોકોને રસી આપવામાં આવી છે. 


Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો


Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube