Corona Update: કોરોનાનો પ્રકોપ તો ઓછો થયો છતાં હજુ સાવચેતી જરૂરી, જાણો લેટેસ્ટ અપડેટ
ભારતમાં હવે કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યા છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 હજાર નવા કેસ નોંધાયા છે.
નવી દિલ્હી: ભારતમાં હવે કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યા છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 હજાર નવા કેસ નોંધાયા છે. જ્યારે 1422 લોકોના મોત થયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 58,419 દર્દીઓ નોંધાયા હતા અને 1,647 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો.
કોરોનાના નવા 53 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 53,256 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 2,99,35,221 થઈ ગયો છે. નવા કેસનો આ આંકડો 88 દિવસમાં સૌથી ઓછો નોંધાયેલો આંકડો છે. 24 કલાકમાં 78,190 દર્દીઓ રિકવર થયા છે. કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો હવે 2,88,44,199 થયો છે. હાલ 7,02,887 દર્દીઓ સારવાર હેઠળ છે.
Good News: મોંઘા પેટ્રોલથી મળશે રાહત! ભારતમાં બનશે Flex Fuel એન્જિનવાળી ગાડીઓ, સરકારનો જાણો શું છે પ્લાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube