Good News: મોંઘા પેટ્રોલથી મળશે રાહત! ભારતમાં બનશે Flex Fuel એન્જિનવાળી ગાડીઓ, સરકારનો જાણો શું છે પ્લાન

 Petrol Alternative Fuel: પેટ્રોલના વધતા ભાવ પર સરકારનો કાબૂ નથી. કારણ કે પેટ્રોલ અને ડીઝલ બંને વૈશ્વિક બજારથી રેગ્યુલેટ થાય છે. આથી સરકાર તેના ભાવ ઓછા કરી શકે તેમ નથી. પરંતુ સરકાર એક કામ જરૂર કરી શકે છે. પેટ્રોલની જગ્યાએ કોઈ એવા ઈંધણનો ઉપયોગ શરૂ કરી દે જે ખુબ સસ્તું હોય. 

Good News: મોંઘા પેટ્રોલથી મળશે રાહત! ભારતમાં બનશે Flex Fuel એન્જિનવાળી ગાડીઓ, સરકારનો જાણો શું છે પ્લાન

નવી દિલ્હી:  Petrol Alternative Fuel: પેટ્રોલના વધતા ભાવ પર સરકારનો કાબૂ નથી. કારણ કે પેટ્રોલ અને ડીઝલ બંને વૈશ્વિક બજારથી રેગ્યુલેટ થાય છે. આથી સરકાર તેના ભાવ ઓછા કરી શકે તેમ નથી. પરંતુ સરકાર એક કામ જરૂર કરી શકે છે. પેટ્રોલની જગ્યાએ કોઈ એવા ઈંધણનો ઉપયોગ શરૂ કરી દે જે ખુબ સસ્તું હોય. 

પેટ્રોલની જગ્યા હવે Ethanol લેશે!
પેટ્રોલનો વિકલ્પ ઈથનોલ (Ethanol) હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકાર આગામી 8-10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન (flex-fuel engines) પર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આવા એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે જરૂરી બનાવવામાં આવશે. ફ્લેક્સ ફ્યૂલનો અર્થ Flexible Fuel, એટલે કે એવું ઈંધણ જે પેટ્રોલની જગ્યા લે અને તે છે ઈથનોલ. રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે આ વૈકલ્પિક ઈંધણની કિંમત 60-62 રૂપિયા પ્રતિ લીટર હશે. જ્યારે પેટ્રોલની કિંમત 100 રૂપિયા કરતા પણ વધુ છે. આથી ઈથનોલના ઉપયોગથી દેશના લોકો પ્રતિ લીટર 30-35 રૂપિયાની બચત કરી શકશે. 

ફ્લેક્સ ફ્યૂલ એન્જિન બનશે ફરજિયાત
એક ઈવેન્ટમાં નીતિન ગડકરીએ કહ્યું કે હું પરિવહન મંત્રી છું, હું ઈન્ડસ્ટ્રીને એક આદેશ બહાર પાડવા જઈ રહ્યો છું કે ફક્ત પેટ્રોલ એન્જિન નહીં હોય, ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પણ હશે. જ્યાં લોકો માટે વિકલ્પ રહેશે કે 100 ટકા ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરે અથવા પછી 100 ટકા ઈથનોલનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે આગામી 8-10 દિવસમાં નિર્ણય લેવાશે. અમે ફ્લેક્સ ફ્યૂલ એન્જિનને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે ફરજિયાત કરવા જઈ રહ્યા છીએ. 

અનેક દેશોમાં બને છે ફ્લેક્સ ફ્યૂલ એન્જિન
નીતિન ગડકરીએ જણાવ્યું કે બ્રાઝિલ, કેનેડા, અને અમેરિકામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલ ઈંધણનું ઉત્પાદન કરી રહ્યા છે. આ દેશોમાં ગ્રાહકોને 100 ટકા પેટ્રોલ કે 10 ટકા બાયો ઈથનોલનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે હાલના સમયમાં પ્રતિ લીટર પેટ્રોલમાં 8.5 ટકા ઈથનોલ ભેળવવામાં આવે છે. જે 2014માં 1થી 1.5 ટકા રહેતું હતું. ઈથનોલની ખરીદી પણ 38 કરોડ લીટરથી વધીને 320 કરોડ લીટર પર પહોંચી ગઈ છે. 

પેટ્રોલ કરતા ઘણું સારું છે Ethanol ફ્યૂલ
ટ્રાન્સપોર્ટ મંત્રી ગડકરીનું કહેવું છે કે ઈથનોલ પેટ્રોલ કરતા ઘણું સારું ઈંધણ છે અને તે ઓછા ખર્ચાળ, પ્રદૂષણમુક્ત અને સ્વદેશી છે. તે ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનારું પગલું છે કારણ કે આપણા દેશમાં મકાઈ, ખાંડ અને ઘઉં સરપ્લસ છે, તેમને ખાદ્યાન્નોમાં રાખવા માટે આપણી પાસે જગ્યા નથી. ખાદ્યાન્ન સરપ્લસની સમસ્યા પેદા કરી રહ્યું છે તે છતાં આપણા પાકના ટેકાના ભાવ (MSP) આંતરરાષ્ટ્રીય કિંમતો અને ઘરેલુ બજારની કિંમતો કરતા વધુ છે, આથી સરકારે નિર્ણય લીધો છે કે ખાદ્યાન્ન અને શેરડીનો ઉપયોગ કરીને ઈથનોલનો જ્યૂસ બનાવી શકાય છે. 

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પ્રદૂષણમાં કાપ અને ઈમ્પોર્ટ પર નિર્ભરતા ઓછી કરવા માટે પેટ્રોલની સાથે 20 ટકા ઈથનોલ બ્લેન્ડિંગને 2025 સુધીમાં હાંસલ કરવાનો લક્ષ્ય રખાયો છે. સરકારે ગત વર્ષ 2022 સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઈથનોલ બ્લેન્ડિંગ અને 2030 સુધીમાં 20 ટકા ડોપિંગ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

(સોર્સ- પીટીઆઈ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news