નવી દિલ્હી: ભારત હવે દુનિયામાં કોરોના (Corona Virus) થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. રોજેરોજ જે રીતે કોરોનાના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. આજે પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા ચોંકાવનારા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 24,248 કેસ નોંધાયા છે જ્યારે 425 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ 6,97,413 કેસ નોંધાયા છે જેમાંથી 2,53,287 કેસ એક્ટિવ છે જ્યારે 4,24,433 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 19,693 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ: રશિયાને પાછળ છોડી ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો


દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 206619 કેસ નોંધાયા છે. જેમાંથી 86057 એક્ટિવ કેસ છે જ્યારે 111740 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 8822 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 111151 કેસ નોંધાયા છે અને 1510 લોકોના મૃત્યુ થયા છે. 


વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ


રશિયાને પાછળ છોડી ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો
કોરોના વાયરસ (Coronavirus) મહામારીના સમયમાં રવિવારે ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યાં છે. ભારત હવે દુનિયાભરમાં COVID-19થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે બ્રાઝિલ બાદ રશિયાનો નંબર હતો પરંતુ હવે રશિયાને પછાડીને ભારત આ યાદીમાં ત્રીજા નંબરે છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube