કોરોના વાયરસ: રશિયાને પાછળ છોડી ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો

કોરોના વાયરસ (Coronavirus) મહામારીના સમયમાં રવિવારે ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યાં છે. ભારત હવે દુનિયાભરમાં COVID-19થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે બ્રાઝિલ બાદ રશિયાનો નંબર હતો પરંતુ હવે રશિયાને પછાડીને ભારત આ યાદીમાં ત્રીજા નંબરે છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 

કોરોના વાયરસ: રશિયાને પાછળ છોડી ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીના સમયમાં રવિવારે ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યાં છે. ભારત હવે દુનિયાભરમાં COVID-19થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે બ્રાઝિલ બાદ રશિયાનો નંબર હતો પરંતુ હવે રશિયાને પછાડીને ભારત આ યાદીમાં ત્રીજા નંબરે છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 

સમગ્ર દુનિયામાં કોવિડ 19ના આંકડા ભેગા કરનારી વર્લ્ડોમીટરના જણાવ્યાં મુજબ રશિયામાં હાલ કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 6,81,251 છે જ્યારે બ્રાજિલમાં કોવિડ 19ના  15,78,376 કેસ છે. સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 29,54,999 કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં  6,90,349 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સંક્રમણથી કુલ 19,683 લોકોના મૃત્યુ થયા છે. 

જુઓ LIVE TV

દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણ કેસોનું આકલન કરી રહેલી અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનું કહેવું છે કે રશિયામાં 6,80,283 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ભારતમાં 6,73,165 લોકોના સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આ આંકડા સવાર આઠ વાગ્યા સુધીના અધિકૃત આંકડા છે. કેન્દ્રીય સ્વા3સ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 6,73,165 કેસ સામે આવ્યાં છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 19,268 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news