નવી દિલ્હી: એવું લાગી રહ્યું છે કોરોનાની રસી (Corona Vaccine) આવતા પહેલા તો કોરોના હાંફી જશે. ધીરે ધીરે કોરોના (Corona Virus) ના કેસ અને મૃત્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 63,371 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 73,70,469 પર પહોંચ્યો છે. જેમાંથી 8,04,528 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.  રાહતની વાત એ છે કે 64,53,780 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી એક જ દિવસમાં 895 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,12,161 થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 10,28,622 નમૂનાનું પરીક્ષણ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં કુલ 10,28,622 નમૂનાનું પરીક્ષણ થયું છે. જેમાંથી 9,22,54,927 નમૂનાનું ટેસ્ટિંગ ગઈ કાલે હાથ ધરાયું હતું. 


ઠંડીમાં ટીપાં દ્વારા સરળતાથી ફેલાશે Coronavirus, 6 ફૂટનું અંતર કામ નહીં આવેઃ અભ્યાસ


Corona Vaccine: કોરોના રસીની કામગીરી કેટલે પહોંચી, ક્યારથી મળશે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો જવાબ


પહેલા કોને મળશે?
સ્વામિનાથને કહ્યું કે, કોઈએ એટલી માત્રામાં આ વેક્સિન બનાવી નથી જેટલી જરૂર પડવાની છે. તેથી 2021મા વેક્સિન તો હશે પરંતુ સીમિત માત્રામાં. તેથી એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી નક્કી થઈ શકે કે દેશ આ વાતનો નિર્ણય કરશે કે પહેલા કોને વેક્સિન આપવાની છે. લોકોને લાગે છે કે પ્રથમ જાન્યુઆરી કે પ્રથમ એપ્રિલથી અમને વેક્સિન મળી જશે અને ત્યારબાદ બધુ સામાન્ય થઈ જશે. આમ થવાનું નથી.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube