Corona Vaccine: કોરોના રસીની કામગીરી કેટલે પહોંચી, ક્યારથી મળશે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો જવાબ

દેશમાં કોરોનાની રસી (Corona Vaccine) ની તૈયારીઓ જોરશોરમાં ચાલુ છે. આગામી વર્ષની શરૂઆતમાં તે બજારમાં ઉપલબ્ધ થાય તેવી આશા છે. અત્રે જણાવવાનું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી રેસમાં સૌથી આગળ છે. ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ઝાયડસ કેડિલા દેશી વેક્સિન પર કામ કરે છે. 

Corona Vaccine: કોરોના રસીની કામગીરી કેટલે પહોંચી, ક્યારથી મળશે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો જવાબ

નવી દિલ્હી: દેશમાં કોરોનાની રસી (Corona Vaccine) ની તૈયારીઓ જોરશોરમાં ચાલુ છે. આગામી વર્ષની શરૂઆતમાં તે બજારમાં ઉપલબ્ધ થાય તેવી આશા છે. અત્રે જણાવવાનું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી રેસમાં સૌથી આગળ છે. ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ઝાયડસ કેડિલા દેશી વેક્સિન પર કામ કરે છે. 

આગામી વર્ષની શરૂઆતમાં  એકથી વધુ રસી!
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં આ મહત્વની જાણકારી આપી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ હેલ્થ મિનિસ્ટરના હવાલે જણાવ્યું કે અમને આશા છે કે આગામી વર્ષની શરૂઆત સુધીમાં દેને એકથી વધુ કોરોના રસી મળી શકે છે. અમારા વિશેષજ્ઞ રસીના વિતરણ માટે યોજના ઘડી રહ્યા છે. 

— ANI (@ANI) October 13, 2020

WHOને પણ આશા
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા વિશ્વનાથને પણ આશા વ્યક્ત કરી છે કે જીવલેણ કોરોના વાયરસની રસી 2020ના અંત સુધીમાં કે આગામી વર્ષની શરૂઆતમાં રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે જેમ કે તમને ખબર છે કે 40 રસી કંપનીઓ ક્લિનિકલ સ્ટેજના અનેક તબક્કામાં કાર્યરત છે. જેમાંથી 10 રસી પરીક્ષમના છેલ્લા તબક્કામાં છે. આ રસી સુરક્ષિત પણ જણાય છે અને પરીક્ષણ દરમિયાન સારા પરિણામો પણ મળ્યા છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ હર્ષવર્ધને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો પાસેથી ડેટા મેળવી રહી છે જેથી કરીને વેક્સિન તૈયાર થતા તેનું યોગ્ય રીતે વિતરણ થઈ શકે. તેમણે કહ્યું કે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે કઈ રીતે દેશમાં તમામ કોરોના રસી ઉપલબ્ધ કરાવી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news