Weather Forecast: રંગોના પર્વ હોળી પહેલાં દિલ્હી-એનસીઆરમાં ગરમીએ એન્ટ્રી મારી દીધી છે. પરંતુ હેમછતાં કેટલાક ભાગમાં વરસાદ-કરા અને હિમવર્ષા સાક્ષી બન્યા છે. ભારતીય હવામાન વિભાગનું માની તો આ અઠવાડિયે કેટલાક વિસ્તારોમાં વરસાદના અણસાર છે. આવો જાણીએ ક્યાં કેવું રહેશે હવામાન... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન વિભાગની દૈનિક હવામાન ચર્ચામાં ગુરૂવારે (21 માર્ચ 2024) ના રોજ જણાવવામાં આવ્યું હતું કે દેશના પૂર્વી ભાગોમાં આગામી ચારમં તાપમાન છ થી 10 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. 


તમતમતું મરચું : ગુજરાતના આ મરચાં બારમાસી સિઝનમાં ભરવા માટે ફેમસ, જાણી લો કેવો છે ભાવ
₹5 ના શેરે આપ્યું 4253% રિટર્ન, એક્સપર્ટે કહ્યું- હવે ₹335 પર જશે ભાવ, ખરીદી લો


મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમમાં તે બે ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે, ત્યારબાદ તેમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. દક્ષિણ ભાગમાં તાપમાન સામાન્યની નજીક નોંધાયું હતું અને ભેજ ત્યાં ચારથી પાંચ દિવસ સુધી યથાવત રહી શકે છે.


IMDની આગાહી અનુસાર, 21 થી 26 માર્ચ, 2024 દરમિયાન ઉત્તરપૂર્વ ભારત અને પેટા હિમાલય (હિમાચલ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ વગેરે) ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ વધી શકે છે.


હોળી બાદ દુર્લભ સૂર્યગ્રહણ, 1973 માં બની હતી આવી ઘટના, ધોળા દિવસે કશું નહી દેખાય
IPL 2024 New Rules: નવા નિયમ સાથે રોમાંચક બનશે IPL, એમ્પાયર અને બોલરને મળશે રાહત


આ દરમિયાન 22 માર્ચે પશ્ચિમી હિમાલયન પ્રદેશ (જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને તેની બાજુના પંજાબ વિસ્તારમાં) હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષાની સંભાવના છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કરા પણ પડી શકે છે.


હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આ સપ્તાહના અંતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં હીટ વેવ (લૂ)ની શક્યતા છે, જ્યારે રાયલસીમા, કેરળ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન હોઈ શકે છે.


મોદી સરકારની શાનદાર સ્કીમ, મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, બસ જોઇશે આટલા કાગળિયા
Lok Sabha Elections 2024: ક્યાં છે મતદાન કેન્દ્ર અને કોણ-કોણ છે ઉમેદવાર? APPS વડે મળશે A To Z જાણકારી


ઉત્તર પ્રદેશમાં 23 અને 24 માર્ચ 2024 ના રોજ હવામાન શુષ્ક (પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં) રહી શકે છે. આ સમયગાળા દરમિયાન બપોરના સમયે તીવ્ર તડકો અને ગરમી હોઈ શકે છે, જ્યારે રાત્રે થોડી ઠંડીનો અનુભવ થઈ શકે છે. તે જ સમયે, 25 માર્ચ, 2024 એટલે કે હોળીનો દિવસ થોડો સૂકો રહી શકે છે.


દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં રંગોના તહેવાર એટલે કે હોળી પહેલાં ગરમી વધી શકે છે. શુક્રવાર (22 માર્ચ 2024) ના રોજ હવામાન સ્વચ્છ રહેશે, જ્યારે 23 થી 25 માર્ચ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ઠંડા પવનો ફૂંકાશે. 


NPS Rules: 1 એપ્રિલથી બદલાઇ જશે આ નિયમ, PFRDA એ પહેલાં પણ કર્યા છે 5 મોટા ફેરફાર
Chandra Grahan 2024: હોળી-ધૂળેટી પર આ રાશિઓને રાડા પડાવશે અશુભ યોગ, લાગી જશે ખુશીઓ પર 'ગ્રહણ'