નવી દિલ્હી : ચીનનાં બેલ્ટ એન્ટ રોડ પ્રોજેક્ટ મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, અમે તેનાથી અલગ છીએ. ભારત આ પ્રોજેક્ટ મુદ્દે પોતાની સંપ્રભુતા સાથે કોઇ જ સમજુતી નહી કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ  બની રહેલ ચીન- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. પીઓકે અધિકારીક રીતે ભારતનો હિસ્સો છે અને તેમાંથી આ કોરિડોરનાં પસાર થવા મુદ્દે ભારતનો આકરો વિરોધ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે પાડોશી દેશ સાથે વિકાસમાં ભાગીદારી ઇચ્છીએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટનાં જજે કહ્યું, દિલ્હી તરફ જોઇએ તો દુખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અંગે તેમણે કહ્યું કે, સંવિધાનમાં તે અસ્થાયી જોગવાઇ હતી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં ઇન્ડિયા સમિટમાં તેમણે કહ્યું કે, કાશ્મીરમાં સંપુર્ણ રીતે દ્વિપક્ષીય મુદ્દો છે અને તેા પર કોઇ પ્રકારની મધ્યસ્થતાની જરૂર નથી. અગાઉ ડિપ્લોમેટ રહેલા એસ. જયશંકરે પાડોશી દેશ મુદ્દે પુછેયાલ સવાલ અંગે કૂટનીતિક જવાબ આપતા કહ્યું કે, વિશ્વપ્રતિસ્પર્ધી છે. દરેકની પોતાની પ્રાથમિકતાઓ છે. વિશ્વ તમારા પ્રભાવ અને ક્ષમતા સાથે ચાલે છે. 


મહાનંદા નદીમાં 50 લોકો ભરેલી બોટ પલટી, દુર્ઘટનાનો હચમચાવી નાખે તેવો VIDEO સામે આવ્યો 
ભારતે ડુંગળી અટકાવી તો બાંગ્લાદેશમાં સર્જાઈ અછત, PM શેખ હસીનાએ કહ્યું-થોડી મુશ્કેલી પડી ગઈ છે
એસ. જયશંકરે કહ્યું કે, અમારી ક્ષમતા છે કે અમે અન્ય દેશોને પ્રભાવિત કરી શકીએ. જો આપણે પોતાનાં પાડોશીઓને જ પ્રભાવિત ન કરી શકીએ તો પછી બીજા દેશોને ન કરી શકીએ. જો કે આ કામ શક્તિથી નહી પરંતુ સામંજસ્ય સાથે કરી શકીએ છીએ. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપના આ દિગ્ગજ નેતાઓનું આ વખતે કપાયું પત્તું
ભારતની નીતિને રાષ્ટ્રવાદી ગણાવતા જયશંકરે કહ્યું કે, ભારત એક અપવાદ છે કારણ કે અમે વધારે રાષ્ટ્રવાદી છીએ. જો કે વિશ્વ સાથે સંપર્ક મુદ્દે અમારી વચ્ચે રાષ્ટ્રવાદ અને આંતરરાષ્ટ્રીયના મુદ્દે કોઇ જ વિવાદ નથી. એટલા માટે રાષ્ટ્રવાદ ખોટી વસ્તું નથી. બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ એસ. જયશંકરે કહ્યું કે, ભારતે સંપ્રભુતા મુદ્દે આ અંગે પહેલા જ પોતાનું મંતવ્ય સ્પષ્ટ કર્યું છે. અમે તેનાથી અલગ છીએ. અમે પોતાની સંપ્રભુતા સાથે સમજુતી નહી કરીએ.