નવી દિલ્હી: ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં હવાઇ કાર્યવાહી કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા દરમિયાન આ સંપૂર્ણ ઓપરેશનનું વીડિયો રેકોડિંગ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન લડાકુ વિમાન જેગુઆરે આ સંપૂર્ણ ઓપરેશનનું રેકોર્ડિંગ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ લેઝર ગાઇડેડ બોમ્બ દ્વારા હવાઇ કાર્યવાહી કરી, જેમાં 200થી 300 આતંકીઓ માર્યા ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના આતંકી માર્યા ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: બાલાકોટમાં IAFની એર સ્ટ્રાઈકમાં જૈશના જેહાદી ટ્રેનર-સીનિયર કમાન્ડર બધાનો ખાતમો: વિદેશ સચિવ


ભારતીય વાયુસેનાના પશ્ચિમ કમાન્ડે આ સંપૂર્ણ ઓપરેશનને અંજામ આપ્યો છે. પાકિસ્તાન ઘણા સમય પછી સમજાયું કે જેગુઆર બોમ્બ ધડાકા કરી રહ્યું છે. પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-16એ શરૂઆતમાં ઉડાન તો ભરી, પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોના કદને જાણતા, તે પાછો ફર્યો. કેમકે તેમણે સંપૂર્ણ સંકેત હતો કે ભારતીય વાયુસેના તેમના વિમાનોને નીચે પાડી દેશે.


વધુમાં વાંચો: પીએમ મોદીએ કહ્યું હતું- ‘આપણો પાડોશી દેશ ભૂલી રહ્યો છે કે આ નવી રીતિ અને નવી નીતિનું ભારત છે’


સુત્રોના જણાવ્યા અનુસાર PoKમાં હવાઇ કાર્યવાહી કરી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇ એલર્ટ પર છે. ભારત તરફથી તેમના વાયુસેનાની દરેક એર ડિફેન્સ સિસ્ટમોનો આતંરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર હાઇએલર્ટના આદેશ આપ્યા છે. સાથે જ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો પાકિસ્તાની એરફોર્સ કોઇ પણ કાર્યવાહી કરે છે, તો તેનો તાત્કાલીક જવાબ આપવામાં આવે. ન્યુઝ એજન્સી ANIએ આ જાણાકારી આપી છે.


વધુમાં વાંચો: LoC: એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ, પાક એરફોર્સની કોઇ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવાના આદેશ


ત્યારે, PoKમાં હવાઇ હુમલો કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ પાકિસ્તાનમાં ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારતીય સૈન્ય વિમાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ વિદેશ કાર્યાલયમાં એક તાત્કાલીક પરામર્શ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પૂર્વ વિદેશ સચિવો અને વરિષ્ઠ રાજકિય નેતાઓ ભાગ લેશે. જેમાં વર્તમાન સ્થિતિ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. પાકિસ્તાની અખબાર ડોનની વેબસાઇટમાં પ્રકાશિત સમાચારમાં આ જાણકારી આપી છે.


વધુમાં વાંચો: જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ


સુત્રોના જણાવ્યા અનુસાર, ભારત તરફથી પીઓકેમાં બાલકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં સવારે 03:30 વાગે આ કાર્યવાહીનો અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલામાં બાલકોટમાં જૈશનો કંટ્રોલ રૂપ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયો છે.


વધુમાં વાંચો: આર્ટિકલ 35એની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી કરી શકે છે સુપ્રીમ કોર્ટ


જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિક જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાથી નારાજ ભારત તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલામાં પીએમ મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને એનએસએ એક અહમ બેઠક કરી રહ્યાં છે.


વધુમાં વાંચો: પુલવામા હુમલાનો ભારતે લીધો બદલો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ


સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા ઇન હવાઇ હુમલા બાદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંપૂર્ણ ઘટનાક્રમ વિશે જાણાકારી આપી છે.


વધુમાં વાંચો: સર્જિકલ સ્ટ્રાઈક-2 બાદ કચ્છમાં મળ્યું પાકિસ્તાની ડ્રોન, ગુજરાતની સરહદો પર એલર્ટ


સુત્રોના જણાવ્યા અનુસાર, જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાથી નારાજ ભારતની તરફથી મગંળવારે સવારે PoKમાં જૈશના પ્રમુખ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાની તરફથી કરવામાં આવેલી ‘હવાઇ સ્ટ્રાઇક’માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ ‘સર્જિકલ સ્ટ્રાઇક-2’ને લઇને ભારતીય સેના અને ભારતીય વાયુસેના થોડા સમય બાદ એક પ્રેસ કોન્ફેન્સ કરશે અને જાણાકરી આપશે.


વધુમાં વાંચો: ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનની ઊંઘ ઉડી, બોલાવી ઈમરજન્સી મીટિંગ


સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 લડાકુ વિમાનોએ જૈશના આતંકી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ બોમ્બ બ્લાસ્ટમાં જૈશના અડ્ડાઓ નષ્ટ થઇ ગયા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...