પીએમ મોદીએ કહ્યું હતું- ‘આપણો પાડોશી દેશ ભૂલી રહ્યો છે કે આ નવી રીતિ અને નવી નીતિનું ભારત છે’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફ્લા પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સુરક્ષા દળોને સંપૂર્ણ છુટ આપવાની વાત કહી હતી. 15 ફેબ્રુઆરીના યુપીના ઝાંસીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, પુલવામા હુમલાના આરોપીઓને તેની સજા જરૂર મળશે. આપણો પાડોશી દેશ ભૂલી રરહ્યો છે કે આ નવી રીતિ અને નવી નીતિનું ભારત છે. આતંકી સંગઠનો અને તેમના આકાઓની જે હૈવાનિયત દેખાઇ છે, તેમનો સંપૂર્ણ હિસાબ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફ્લા પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સુરક્ષા દળોને સંપૂર્ણ છુટ આપવાની વાત કહી હતી. 15 ફેબ્રુઆરીના યુપીના ઝાંસીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, પુલવામા હુમલાના આરોપીઓને તેની સજા જરૂર મળશે. આપણો પાડોશી દેશ ભૂલી રરહ્યો છે કે આ નવી રીતિ અને નવી નીતિનું ભારત છે. આતંકી સંગઠનો અને તેમના આકાઓની જે હૈવાનિયત દેખાઇ છે, તેમનો સંપૂર્ણ હિસાબ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ આ એક કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું. આજે દેશ ખુબ જ ઉદાસ અને દુખી છે. પુલવામામાં આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. તેનાથી સમગ્ર દેશમાં આક્રશે ફેલાયો છે. હું સ્પષ્ટ કહેવા માગીશ કે, આપણા વિરોનું બલિદાન વ્યર્થ નહી જાય.
પીએમ મોદીએ કહ્યું હતું કે આપણો પાડોશી દેશ માટે રોજ રોજનો ખર્ચો ચલાવવો મુશ્કેલ થઇ ગયો છે, તેઓ દુનિયામાં ભીખનો વાટકો લઇને ફરી રહ્યાં છે. પુલવામા જેવી તબાહી મચાવી, તેઓ આપણને પણ બરબાદ કરવા ઇચ્છે છે. પરંતું તેમની આ ઇચ્છાનો આપણે બધા દેશવાસીઓ મળીને જબરજસ્ત જવાબ આપીશું.
તેમણે કહ્યું હતું કે, સુરક્ષા દળોની આગળની કાર્યવાહી માટે કયા સમયે, કયા સ્થળ પર અને સ્વરૂપ કેવું હશે, તે નક્કી કરવા માટે સંપૂર્ણ મજૂરી આપી દેવામાં આવી છે. આતંકવાદીઓ તેમજ તેમના આકાઓને કડક શબ્દોમાં સંદેશો આપતા મોદીએ કહ્યું હતું કે આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હૈવાનિયત દેખાડી છે, તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને તેમના કરેલા હુમલાની સજા જરૂર મળશે. આપણો પાડોશી દેશ ભૂલી રહ્યો છે. કે આ નવી રીતિ અને નવી નીતિનું ભારત છે. આતંકી સંગઠનો અને તેના આકાઓ જે હેવાનિયત દેખાળી છે, તેનો સંપૂર્ણ હિસાબ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે