ઝી મીડિયા/બ્યૂરો :હૈદરબાદમાં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ ચાલી રહી છે. આ દરમિયાન IAF પ્રમુખ આરકેએસ ભદૌરિયા પણ હાજર રહ્યાં. તેઓએ વર્તમાન પરિસ્થિતિને લઈને ખુલીને વાત કરી છે. એકેડમીની પાસિંગ આઉટ પરેડ અને કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન સેરેમનીને સંબોધન કરતા  એર ચીફે કહ્યું કે, ગલવાન ઘાટીમાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ જવુ ન જોઈએ. પોતાના સંબોધનની શરૂઆતમાં એર ચીફે કહ્યું કે, હું લદ્દાખમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુ અને તેમની ટીમના જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. એક ઉંચા રણક્ષેત્રની ચેલેન્જિસ વચ્ચે જે પ્રકારે પોતાની વીરતાનું પ્રદર્શન કરતા તેઓ શહીદ થયા તે દેશની સંપ્રભુતાની રક્ષા છે. તણાવ વચ્ચે પણ અમે આ સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 


પેટ્રોલ-ડીઝલના ભાવમાં 14મા દિવસે ભડાકો, ગરીબ ભારતીયોની કમર તૂટશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે,  LAC પર ચીનની હરકત જરાપણ સ્વીકાર્ય નથી. તે સ્પષ્ટ હોવું જોઈએ કે, અમે કોઈ પણ આકસ્મિકતાનો જવાબ આપવા માટે સારી રીતે તૈયાર છીએ. તેમજ તૈનાત પણ છીએ. હું દેશને વિશ્વાસ અપાવુ છું કે, અમે ગલવાનના બહાદુરોનું બલિદાન ક્યારેય વ્યર્થ નહિ જાય.


રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર