ગંગટોકઃ સિક્કિમની સરહદ પર ભારત અને ચીનની સૈનિકો વચ્ચે ટકરાવના સમાચાર છે. ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે, નોર્થ સિક્સિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ થયો છે. બંન્ને તરફથી ભારે તણાવ અને નિવેદનબાજી થઈ છે. આ ઘટનામાં બંન્ને તરફથી સૈનિકોને સામાન્ય ઈજા પણ થઈ છે. પરંતુ આ ઝગડાને સ્થાનીક સ્તર પર હસ્તક્ષેપ બાદ ઉકેલી લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ જણાવ્યું, થોડીવાર ચાલેલી વાતચીત બાદ બંન્ને તરફથી સૈનિક પોત-પોતાની પોસ્ટ પર પરત ફરી ગયા હતા. સેનાના સૂત્રોએ જણાવ્યું કે, સરહદ વિવાદને કારણે સૈનિકો વચ્ચે સામાન્ય વિવાદ હંમેશા થતાં રહે છે. સૂત્રો પ્રમાણે લાંબા સમય બાદ નોર્થ સિક્સિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવ જોવા મળ્યો છે. જ્યારે કોઈ એવો વિવાદ થાય છે તો નક્કી પ્રોટોકોલ મુજબ બંન્ને સેનાઓ મામલોના ઉકેલ લાવી દે છે.


Corona Virus: માત્ર 6 દિવસમાં 40થી 60 હજાર થયા કેસ, ડરાવી રહ્યો છે કોરોના


વર્ષ 2017માં બની હતી ભીષણ તણાવની સ્થિતિ
આ પહેલા વર્ષ 2017માં બંન્ને દેશો વચ્ચે સિક્કિમ ક્ષેત્રમાં ભીષણ તણાવ જોવા મળ્યો હતો. ત્યારે વિવાદ એટલો વધ્યો હતો કે ભારતના સર્વોચ્ચ સૈન્ય ઓફિસરોએ ઘણા દિવસ સુધી વિસ્તારોમાં કેમ્પિંગ કર્યું હતું. આ અધિકારીઓમાં 17મી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ પણ સામેલ હતા. બંન્ને દેશોના સૈનિકો વચ્ચે ધક્કામુક્કીની ઘટના બાદ વિદેશ મંત્રાલય અને દિલ્હી સ્થિત સૈન્ય મુખ્યાલય સુધી હલચલ જોવા મળી હતી. 


સિક્કિમમાં વિવાદનું છે મોટું કારણ
હકીકતમાં ચીની સેના આ વિસ્તારમાં માર્ગ નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહી છે. ચીન પહેલાં વ્યૂહાત્મક વિચારથી મહત્વની મનાતી ચુંબી ઘાટી વિસ્તારમાં રસ્તો બનાવી ચુક્યુ છે, જેને તે વધુ વિસ્તાર આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ રસ્તો ભારતના સિલિગુડી કોરિડોર કે કથિત ચિકન નેક વિસ્તારથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે. આ સિલિગુડી કોરિડોર જ ભારતના નોર્થના રાજ્યોને જોડે છે. આ કારણે ભારતીય સૈનિકો અને ચીની સેના વચ્ચે ટકરાવ થાય છે. વર્ષ 2017માં પણ ટકરાવનું આ કારણ હતું જ્યારે પીએલએના જવાનોને વિવાદિત વિસ્તારમાં નિર્માણ કાર્ય કરવાથી ભારતીય સેનાએ રોક્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર