Corona Virus: માત્ર 6 દિવસમાં 40થી 60 હજાર થયા કેસ, ડરાવી રહ્યો છે કોરોના


શનિવારે કોરોના વાયરસના નવા 3171 કેસ સામે આવ્યા બાદ સંક્રમણનો આંકડો 60 હજારના સ્તરને પાર કરી ચુક્યો છે. 3 મેએ આ આંકડો 40 હજારની નજીક હતો. એટલે કે માત્ર 6 દિવસમાં 20 હજાર કેસ વધી ગયા છે. 

Corona Virus: માત્ર 6 દિવસમાં 40થી 60 હજાર થયા કેસ, ડરાવી રહ્યો છે કોરોના

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Covid 19 India)ના મામલા 60 હજારના સ્તરને પાર કરી ચુક્યા છે. તેનું સૌથી મોટું કારણ સતત ચાર દિવસમાં 3000થી વધુ કોરોનાના મામલા સામે આવી ચુક્યા છે. 3 મેએ કોરોનાના કુલ મામલા 40 હજારની નજીક હતી અને માત્ર 6 દિવસમાં આ આંકડો 60 હજારના સ્તરને પાર કરી ગયો છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, જ્યાં હવે મામલા ચાર ડિજિટમાં મળવા લાગ્યા છે. મહત્વનું છે કે દેશભરમાં લૉકડાઉન (lockdown in india) છે, જે 17 મે સુધી ચાલશે. 

એક દિવસમાં મૃત્યુ પામનારની સંખ્યા બીજી સૌથી વધુ
શનિવારે 113 લોકોના મોત બાદ મૃત્યુ પામનારની સંખ્યા 2000ના સ્તરને પાર કરી ગયો છે. શનિવારે મૃત્યુ પામનારની અત્યાર સુધીની બીજી સૌથી મોટી સંખ્યા છે. શનિવારે કુલ 3171 નવા મામલા સામે આવ્યા છે, ત્યારબાદ કોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 62,915 થઈ ગઈ છે. પરંતુ ગ્રોથ રેટ ઘટવાનો શરૂ થઈ ગયો છે. શનિવારે તે 6.8 ટકા હતા, જે બે ગિવસ પહેલા 7.1 ટકા હતો. 

42 ટકા મોત માત્ર મહારાષ્ટ્રમાં
તેમાં માત્ર મહારાષ્ટ્રના 42 ટકા લોકો છે, જ્યાં શનિવારે 48 લોકોના મોત થયા છે. તેમાં 27 લોકોના મોત માત્ર મુંબઈમાં થયા, તો 722 નવા મામલા સામે આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કુલ 780 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં શનિવારે સંક્રમણના 1165 નવા મામલા સામે આવ્યા બાદ 20 હજારના સ્તરને પાર કરતા 20,228ના સ્તર પર પહોંચી ચુક્યા છે. માત્ર મુંબઈમાં મહારાષ્ટ્રના આશરે 65 ટકા મામલા સામે આવ્યા છે. 

રાજધાનીમાં ઘટ્યા કોરોનાના નવા મામલા
દિલ્હીમાં શનિવારે 224 નવા મામલા સામે આવ્યા, જે શુક્રવારે 338 મામલાથી ઓછા રહ્યાં. આ વચ્ચે દિલ્હી સરકારે કોવિડ-19ની ટેસ્ટિંગ કરી રહેલી લેબને નિર્દેશ આપ્યા છે કે તે 24 કલાકની અંદર રિપોર્ટ દેખાડે. 

24 કલાકમાં ગુજરાતમાં 394 નવા કેસ
ગુજરાતમાં ઝડપથી કોરોના વાયરસના મામલા વધી રહ્યાં છે, જ્યાં 24 કલાકમાં 394 નવા કેસ સામે આવ્યા છે અને 23 મૃત્યુ થયા છે. ત્યાં અત્યાર સુધી 7797 કેસ નોંધાઈ ચુક્યા છે અને 472 લોકોના મોત થઈ ચુક્યા છે, જે દેશમાં બીજો સૌથી મોટો આંકડો છે. માત્ર અમદાવાદમાં નવા 280 કેસ નોંધાયા અને 20 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news